DPS સ્કૂલ મામલે મહત્વનો ખુલાસો: 2012માં DPEOએ જ આપી હતી ધોરણ 1થી 8ની પરવાનગી

News18 Gujarati
Updated: December 13, 2019, 5:22 PM IST
DPS સ્કૂલ મામલે મહત્વનો ખુલાસો: 2012માં DPEOએ જ આપી હતી ધોરણ 1થી 8ની પરવાનગી
2012માં DPEOએ જ આપી હતી ધોરણ 1થી 8ની પરવાનગી

મહત્વની વાત એ છે કે, ખોટા દસ્તાવેજ બનાવનાર દોશી કહેવાયો તો ખોટી પરવાનગી આપનાર સામે કેમ શિક્ષણ વિભાગ દ્વારા કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ?

  • Share this:
અમદાવાદ: શહેરના હાથીજણની ડીપીએ સ્કૂલના વિવાદમાં વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. જે સ્કૂલને રાજ્ય સરકારે એનઓસી આપી ન હતી અને ખોટી એનઓસી બનાવી ડીપીએસના સંચાલકોએ સીબીએસઈ બોર્ડ પાસે માન્યતા મેળવી લીધી હતી. એ જ રાજ્ય સરકારના જિલ્લા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસરે 2012માં ધોરણ 1થી 8ની પરવાનગી આપી હોવાનું સામે આવ્યું છે. તે સમયના તત્કાલિન ડીપીઈઓ એમએમ જાનીએ સ્કૂલને આપેલી પરવાનગીને લઈ તેમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

પહેલા નિત્યાનંદ વિવાદ અને ત્યાર બાદ ડીપીએસ સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન ફાળવવાના મુદ્દે સ્કૂલ શંકાના ઘેરામાં આવી હતી, અને તે મામલામાં તપાસ આગળ વધતા ડીપીએસ સ્કૂલ પાસે સ્કૂલ ચલાવવા માટે રાજ્ય સરકારની કોઈ એનઓસી જ નહી હોવાનું સામે આવ્યું હતું અને 2012માં ખોટી એનઓસી ઉભી કરી ડીપીએસ સ્કૂલના સંચાલકોએ સીબીએસઈ બોર્ડની સ્કૂલ ચલાવવાની માન્યતા મેળવી લીધી હતી. હવે એ મામલામાં ખુદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારી જ શંકાના ઘેરામાં આવ્યા છે કારણ કે, વર્ષ 2012માં DPEO દ્વારા વર્ગ 1 થી 8ની આપવામાં આવેલી પરવાનગીનો પત્ર સામે આવ્યો છે.

આ પત્ર પ્રમાણે 21 માર્ચ 2012ના રોજ શાળાને DPEO દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. તત્કાલીન DPEO એમ.એમ.જાની દ્વારા DPS સ્કૂલને પરવાનગી અપાઈ હતી. અને આજ પરવાનગીના સહારે DPS સ્કૂલે આચર્યું હતું કૌભાંડ. DPS સ્કૂલ દ્વારા DPEO ની પરવાનગી લઈ CBSE બોર્ડમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાયા હતા. DPS સ્કૂલ પાસે મકાનનું બીયુ પરમિશન ના હોવા છતાં તત્કાલીન DPEO એમ.એમ.જાનીએ ધોરણ 1થી 8ની પ્રાયમરી સ્કૂલ ચલાવવાની પરવાનગી આપી કેવી રીતે તે સવાલ ઉઠ્યો છે. અધિકારી એમ.એમ.જાની લગભગ બે વર્ષ પહેલાં નિવૃત થયા છે.

મહત્વનું છે કે CBSE બોર્ડની પરવાનગી માટે ખોટું સર્ટિફિકેટ બનાવી તેના પર સહી કરનાર અનિતા દુઆ સામે શિક્ષણ વિભાગે FIR કરી છે. શુ તત્કાલીન DPEO એમ.એમ.જાની પર DPS સ્કૂલને પરવાનગી આપવાનું કોઈ દબાણ હતું ? DPS સ્કૂલ દ્વારા અગાઉ માગવામાં આવેલી પરવાનગી વર્ષ 2008માં રદ્દ થઈ હોવા છતાં કેમ 2012માં અપાઈ પરવાનગી ? 2008માં DPEO, શિક્ષણ નિયામક અને હાઇકોર્ટ દ્વારા શાળાને ન હતી અપાઈ પરવાનગી તો એવું શું થયું કે DPS ને વર્ષ 2012માં તત્કાલીન DPEO એમ.એમ.જાની એ પરવાનગી આપી. તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, જો ખોટા દસ્તાવેજ બનાવનાર દોશી કહેવાયો તો ખોટી પરવાનગી આપનાર સામે કેમ શિક્ષણ વિભાગ દ્વારા કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. શિક્ષણ વિભાગે વર્ષ 2012માં પરવાનગી આપવાને બદલે 2008થી પરવાનગી વગર ચાલતી સ્કૂલ સામે કોના ઈશારે પગલાં લેવાને બદલે પરવાનગી આપવાનો માર્ગ ખોલી આપ્યો હતો તે તમામ વિગતો આ પરવાનગીના પત્ર પરથી સ્પષ્ટ થઈ રહી છે.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर