રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો-કર્મચારીઓને ફાજલનું કાયમી રક્ષણ અપાશે

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો-કર્મચારીઓને ફાજલનું કાયમી રક્ષણ અપાશે
ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા (ફાઈલ ફોટો)

આ નિર્ણયથી રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત ૭૦,૦૦૦ જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.

  • Share this:
    ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ક્ષિખ કે કર્મચારીઓને ફાજલ પડતા નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે, સરકારે ફાજલનું રક્ષણ આપવાનો હિતકારી નિર્ણય લીધો છે.

    શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.



    શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે.

    આ પણ વાંચોહદ થઈ ગઈ! સુરતમાં સુમુલ તથા અમુલ જેવી બ્રાન્ડનું પણ ડુપ્લીકેશન કૌભાંડ ઝડપાતા હાહાકાર

    શિક્ષણમંત્રી એ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ ૨૦૧૧થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઢ બનશે.

    મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે.
    આ નિર્ણયથી રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત ૭૦,૦૦૦ જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.
    Published by:kiran mehta
    First published:January 05, 2021, 18:51 pm

    ટૉપ ન્યૂઝ