HCનો મહત્વનો નિર્ણય, હવે પીટીશન અને એફીડેવીટનું ઈ-ફાઈલીંગ અને વોટ્સઅપથી નોટીસ બજવણી માન્ય


Updated: May 5, 2020, 7:26 PM IST
HCનો મહત્વનો નિર્ણય, હવે પીટીશન અને એફીડેવીટનું ઈ-ફાઈલીંગ અને વોટ્સઅપથી નોટીસ બજવણી માન્ય
ગુજરાત હાઈકોર્ટ (ફાઈલ ફોટો)

દેશ વ્યાપી લોકડાઉનના કારણે લેખિત નોટીસની બજવણી શકય ન હોય હાઈકોર્ટ દ્વારા વોટસએપ દ્વારા નોટીસની બજવણી માન્ય રાખવામાં આવી

  • Share this:
અમદાવાદ : દેશભરમાં લોકડાઉનના કારણે હાઈકોર્ટ દ્વારા હવે પીટીશન અને એફીડેવીટનું ઈ ફાઈલિંગ અને વોટસએપ દ્વારા નોટીસની બજવણી માન્ય રાખવામાં આવશે. મળતી વિગતો મુજબ સૌ પ્રથમ મળતા અરજદાર માટે વોટસએમ દ્વારા અન્ય પક્ષકારને નોટીસ પાઠવી શકશે. લોક ડાઉનના કારણે લેખિત કોપી પહોંચાડી શકાતી ન હોવાથી હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા સૌ પ્રથમ વખત પીટીશન અને એફીડેવીટનું ઈ ફાઈલીંગ શરૂ કરવામાં આવ્યું છે તથા હેવીયર્સ કોપર્સના કેસમાં વિડીયો કોન્ફરન્સ પણ શરૂ કરાયું છે. મોરબીના લેબર કોન્ટ્રાકટર અને તેના મિત્રને સંડોવતા સલાહકાર કેસમાં કોન્ટ્રાકટર જયસુખ બાવરવા સામે સંસ્ટ્રોસીઝ એકટની કલમ પણ ઉમેરવામાં આવી હતી. જયસુખ બારવાએ કારખાનામાં કામ કરતી મહિલા ઉપર બળાત્કાર ગુજારી તેના ફોટોગ્રાફ પણ પાડી લીધા હતા.

જયસુખ બારવાએ નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજુર થતા તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આથી હાઈકોર્ટ દ્વારા બળાત્કારનો ભોગ બનેલા મહિલાને વોટસએપ પર નોટીસ બજાવાનની પરવાનગી આપી હતી.

દેશ વ્યાપી લોકડાઉનના કારણે લેખિત નોટીસની બજવણી શકય ન હોય હાઈકોર્ટ દ્વારા વોટસએપ દ્વારા નોટીસની બજવણી માન્ય રાખવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ કેસમાં નોટીસની બજવણી પોલીસ મારફત કરવામાં આવતી હોય છે. પરંતુ પ્રથમ વખત વોટસસેપ પર નોટીસ બજાવવામાં આવી હતી.
First published: May 5, 2020, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading