ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો (Teacher)ની બદલી અને બઢતીના નિયમોને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવી ગયો છે. રાજ્યમા છેલ્લા ઘણાં સમય શિક્ષકો બદલીના નિયમોને લઈ માંગ કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Gujarat Education Minister Jitu Waghan)એ પ્રેસ કોન્ફર્સ કરી શિક્ષકની બઢતી અને બદલીના નિયમોને લઇ જાણકારી આપી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, શિક્ષકોના બન્ને સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ સર્વ સમંતિથી શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અંતર્ગત રાજ્યના બે લાખ જેટલા શિક્ષકોને તેની અસર થશે.
શિક્ષકોની બદલીના નવા નિયમોની જાહેરાત. સર્વસંમતિથી ચર્ચા કરીને ખૂબ મોટો નિર્ણય કર્યોઃવાઘાણી pic.twitter.com/dgSdTaxMQV
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે, પરંતુ 10 ટકાથી વધુ મહેકમ ખાલી હતું, જેથી છૂટા થઈ શક્યા નથી. પરંતુ હમણાં જ મેં આ શિક્ષકોને છૂટા કરવાની ઓર્ડર ફાઇલ પર સહી કરી દીધી છે, લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. સાતે જ 10 વર્ષ એક જ સ્થાને નોકરી કરવાની શરતે નોકરી પર રાખવામાં આવ્યા છે તેઓ 5 વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જલ્લા અસરપરતની અરજી કરી શક્શે. વર્ષોથી શિક્ષકોની માંગણી, સંધોની માંગણી અને તેની લાગણીઓને અનરૂપ અમે )રાજ્ય સકરારે) નિર્ણય લીધો છે.
આ સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે.
ત્યાં જ રાજ્યના શિક્ષણ મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરવામા આવી છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે. જેનાથી શિક્ષકોને બિનજરૂરી ખર્ચો, સમય બચશે અને શિક્ષણ વિભાગને ફાયદો થશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર