AMCનો મહત્વનો નિર્ણય: 25 મી મેથી વિમાની સેવા શુરૂ, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10 ટેક્સ રિબેટ

AMCનો મહત્વનો નિર્ણય: 25 મી મેથી વિમાની સેવા શુરૂ, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10 ટેક્સ રિબેટ
ફાઈલ તસવીર

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની કોવિડ -19 પરિસ્થિતિ અને કોરોના પરીક્ષણ, સર્વેલન્સ વગેરેમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે 10 મી બેઠક યોજી હતી.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિસ્તારની કોવિડ -19 (covid-19) પરિસ્થિતિ અને કોરોના પરીક્ષણ, સર્વેલન્સ વગેરેમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે 10 મી બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 25 મી મે વિમાની સેવા માટે મહત્વનો નિર્ણયભારત સરકારે 25 મી મે, 2020 થી સ્થાનિક વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી હોવાથી, સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સોમવારથી કાર્યરત થશે. જ્યારે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકોને 10 ટકા રિબેટ યોજના લાગું કરવામાં આવી છે

બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 25 મી મે વિમાની સેવા માટે મહત્વનો નિર્ણયભારત સરકારે 25 મી મે, 2020થી સ્થાનિક વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી હોવાથી, સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સોમવારથી કાર્યરત થશે. કેમ કે તે સાબરમતી નદીના પૂર્વ ભાગમાં આવતું હોવાથી, ફક્ત એરપોર્ટ સુધી આવવા-જવાની સેવાઓ પૂરી પાડવા માટે કેબ્સ / ટેક્સી / કેબ એગ્રીગ્રેટર્સ (ફક્ત 1 ડ્રાઇવર 2 મુસાફરો ને આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, કોઈપણ ઓટોરિક્ષાને મંજૂરી આપવામાં આવશે નહીં.આ ઉપરાંત આજે મ્યુનિ.ના સત્તાધીશોએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકોને 10 ટકા ટેક્સ રિબેટ આપવાની જાહેરાત કરી રહ્યાં છે પણભાજપના શાસકો જે પ્રકારે કેન્દ્રમાં 20 લાખ કરોડના પેકેજના નામે અને રાજ્યમાં એક લાખની લોનના નામે ખોટા વાયદા કરી નાગરિકોસાથે દ્રોહ કરી રહ્યાં છે તેવી સ્થિતિ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોની છે. દર વર્ષે નાગરિકો એડવાન્સ ટેક્સ ભરે તો 10 ટકા રિબેટ આપવામાં આવે છે.

આ વખતે કોરોનાની મહામારી છે તો અમદાવાદના દરેક નાગરિકને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવી જોઈએ પણભાજપના સત્તાધીશો ઉઘરાણી કરવા નીકળ્યા છે. અમારી માંગણી છે કે, એપ્રિલથી લઈ ત્રણ મહિના સુધીનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવોજોઈએ. તાકીદે અમદાવાદના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જાહેરાત કરાય તેવી અમારી માગણી છે."
Published by:News18 Gujarati
First published:May 23, 2020, 22:16 pm