AMCની મહત્તવપૂર્ણ જાહેરાત , લાખો ટેક્ષ કરદાતાઓને મળશે બંધ મિલકતનો લાભ


Updated: July 11, 2020, 11:59 AM IST
AMCની મહત્તવપૂર્ણ જાહેરાત , લાખો ટેક્ષ કરદાતાઓને મળશે બંધ મિલકતનો લાભ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર એએમસી (AMC) તરફથી આપવામા આવ્યા છે .

  • Share this:
અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર એએમસી (AMC) તરફથી આપવામા આવ્યા છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્ષ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, ખાલી- બંધ મિલકતનો લાભ આપવામા આવશે . પ્રોપર્ટી ટાળવા રૂપિયા અંતર્ગત જે તે મિલકત પ્રોપર્ટી ટેક્ષ (Property tax) અંગેની ખાલી- બંધનો લાભ મેળવવા માટે એપ્રિલ માસમાં અરજી કરવામાં આવે છે.  તે અનુસંધાને જે તે વર્ષે નિકાલ કરવામાં આવે છે . પરંતુ જે કરદાતાઓ  (Tax payers) અરજી કરવાનું ચૂકી ગયેલ છે . અને જે કરદાતાઓને પાછલા વર્ષોનો પ્રોપર્ટી ટેક્ષ બાકી છે તે કરદાતાઓ જરૂરી પુરવા સાથે અરજી કરશે તો કરદાતાઓને પાછલા વર્ષથી ખાલી બંધનો લાભ આપવામા આવશે તથા તેઓની પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

એએમસી સ્ટેન્ડીગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે ખાલી બંધ મિલકત લાભ મુદ્દે જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી પ્રોપર્ટી ટેક્ષ ખાલી બંધના લાભમાં કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી હતી.

આ પણ વાંચો - મહત્ત્વનો નિર્ણય : સુરતથી અમદાવાદ આવતી-જતી ST બસો કરાઇ બંધ

માલિકી હક ધરાવતી મિલકતોની ખાલી બંધ જે તે વર્ષેમા અરજી કરવાની રહી ગઇ હોય તેવી મિલકતને સાંયોગિક પુરાવા સાથે અરજી કરી શકશે અને અરજી સાથે રજૂ થયેલ પુરાવાને આધારે લાભ મળી શકશે.

અગાઉ કરેલ અરજદારોને પણ પુરાવાને આધારે લાભ આપવામા આવશે. આ લાભ માટે અરજી શહેરના કોઇ પણ સિટી સિવિક સેન્ટર ખાતેથી કરી શકશે. ખાસ નોંધ લેવી કે ભાડુઆત હક્ક ધરાવતી મિલકત / ગોડાઉન તથા સિઝન ધંધાર્થીઓને સદર લાભ મળી શકશે નહી.


મહત્વપૂર્ણ છે કે, લૉકડાઉનના પગલે અમદાવાદ શહેરમાં 60 દિવસ દુકાનો / ઉદ્યોગ બંધ રહ્યા હતા. એએમસી એક્ટ જોગવાઇ છે કે, ખાલી બંધ મિલક્ત ધારકોરોને લાભ આપવામા આવશે .આ પણ જુઓ -  

દર વર્ષે હજારોની સંખ્યામાં અરજી આવે છે . એએમસી ખાલ બંધ મિલકતનો લાભ પણ આપે છે . ત્યારે ફરી એકવાર એએમસી દ્વારા ખાલી બંધ મિલકત ધારકોને લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો - તારક મેહતા..ની શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ, હાલમાં મેકર્સે કર્યુ મોક શૂટ
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading