ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત, સિંચાઈ માટે 70 દિવસ અપાશે પાણી


Updated: January 12, 2020, 4:28 PM IST
ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત, સિંચાઈ માટે 70 દિવસ અપાશે પાણી
નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ખેડૂતો માટે યોજનાઓની જાહેરાત કરાવી હતી.

સરકારની જાહેરાત પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યુ હતું કે, ગુજરાતનો ખેડૂત પાણીયારો છે. ખેડૂતો માંગે ત્યારે સમયસર પૂરતું પાણી ઉપલબ્ધ કર્યુ હોત તો તે યોગ્ય ગણાત

  • Share this:
સારા વરસાદના કારણે શિયાળુ પાકનુ મોટા પ્રમાણમાં વાવેતર થયુ છે. પરંતુ શિયાળુ પાક માટે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરૂર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શિયાળુ પાકના સિંચાઈ માટે ખેડુતોના પાણી અપાશે.

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, નર્મદા યોજના દ્વારા ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે પાણી અપાઈ રહ્યુ છે, અને સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ છે.જેને લઈ શિયાળુ પાકને 3 થી 4 વાર પાણીની જરૂરીયા ઉભી થાય છે. જ્યા ટ્રેન છે ત્યા ખે઼ૂતોને વધુ પાણી મળે તે માટે નિર્ણય કર્યો છે. કડી, કલોલ, સાણંદ વિરમગામ, લખતર, વઢવાણ, પાટડી તાલુકામાx મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી જ્યા પાણી છોડી શકાતુ હશે ત્યા પાણી છોડાશે.5 ડ્રેઈનમા સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે.અને 70 દિવસ સુધી પાણી ચાલુ રહેશે.અને શિયાળામાં પણ સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે જ્યા કેનાલનુ નેટવર્ક છે. ત્યા ખેડૂતોની જરૂરીયાત માટે પાણી આપવામાં આવી રહ્યુ છે. તો સાથે સાથે કડી, કલોલ, સાણંદ વિરમગામ, લખતર, વઢવાણ, પાટડી તાત્કાલીક ધોરણે પાણી આપવામાં આવશે, એટલે કે 70 દિવસ જરૂરીયાત પ્રમાણે ખેડૂતોને પાણી આપવામાં આવશે. જોકે વરસાદ સારો થવાના કારણે સરદાર સરોવરમાં પાણીનો જથ્થો પુરતો છે. ઉનાળામાં પણ પાણીની સમસ્યા સર્જાય તેમ નથી.જેના કારણે શિયાળુ પાક ખેડૂતો લઈ શકે તે માટે નર્મદાની કેનાલમાંથી ખેડૂતોને જરૂરીયાત પ્રમાણે પાણી આપશે.

બીજીબાજુ શિયાળુ પાક માટે પાણી આપવા અંગે સરકારની જાહેરાત પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યુ હતું કે, ગુજરાતનો ખેડૂત પાણીયારો છે. ખેડૂતો માંગે ત્યારે સમયસર પૂરતું પાણી ઉપલબ્ધ કર્યુ હોત તો તે યોગ્ય ગણાત. કણનું મણ કરનાર આ ખેડૂત ગુજરાતના વિકાસમાં સાડા પંદર ટકા જીડીપીનું યોગદાન આપી રહ્યો છે. દર વર્ષે એક લાખ કરોડથી વધુનું ઉત્પાદન કરે છે. સરકાર સમક્ષ વિપક્ષની વિનંતી છે કે, જાહેરાતમાં શુરી સરકાર, પછી જાહેરાતનું પડીકુ વાળી ખેડૂતોને ભુલી જાય છે. અને ત્યાર બાદ સામાન્ય માણસ અનેક પીડાથી પરેશાન થાય છે. જાહેરાતો કરવાને બદલે સમયસર ખેડૂતોની માંગણી મુજબ પાણી પહોંચે.
First published: January 12, 2020, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading