Home /News /madhya-gujarat /

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાઇ મહત્વની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાઇ મહત્વની જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31-7- 2019 ની ધ્યાને લેવાશે

    ગીતા મહેતા, ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા 15-7-2019ના રોજ થયેલી જાહેરાત મુજબ ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા 15-7-2019ના રોજ એક વાગ્યાથી લઈને 31-7-2019ના રોજ એક વાગ્યા સુધીની હતી. પરંતુ રાજ્યમાં વડોદરા જિલ્લો અને અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ધ્યાને લઈને હવે ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 8-8-2019 1:00 વાગ્યાથી લઇને 8-8-2019 રાતના બાર વાગ્યા સુધી ફરીથી ઓપન કરાશે.

    ભરતમાં આવેદન કરવા ઇચ્છતા ઉમેદવારોએ GPSCની ઓજસની વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે, જે ઉમેદવારોએ 31-7 -2019 સુધીમાં ઓનલાઇન અરજી કરી છે તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી.

    અહીં ક્લિક કરી વાંચોઃ સની લિયોનીએ ફોન નંબર લીક થવા પર આપ્યું રિએક્શન, કહ્યું કંઇક આવું

    જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી હોય અને તેમાં કોઇ સુધારો કરવાનો હોય તો ઉમેદવારો અરજી કરી શકશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફીના નાણાં ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ તારીખ 9 ઓગસ્ટ બપોરે એક કલાક સુધી તથા પોસ્ટ ઓફિસના માધ્યમથી પોસ્ટર ડાઉનલોડ કરીને તારીખ 9 ઓગસ્ટ બપોરે એક વાગ્યા સુધીમાં ભરી શકાશે, જે ઉમેદવારો અગાઉ અરજીનાં નાણા ભરવાનું ચૂકી ગયા હતા તેઓ પણ આ સમય દરમિયાન આ બે વિકલ્પો પૈકી એકનો ઉપયોગ કરીને ભરી શકશે

    એટલે કે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31-7- 2019 ની ધ્યાને લેવાશે, જ્યારે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ અને ઇડબલ્યુએસ સર્ટિફિકેટ તારીખ 8 ઓગસ્ટ સુધીમાં ઈશ્યુ થયેલા છે તે માન્ય ગણવામાં આવશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Announcement, GPSC, Gujarat Public Service Commission, Important

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन