અમદાવાદમાં ૧લીથી ડિઝિટલ સ્ટેમ્પિંગનો અમલ,  કુલ-૬૦ ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો ઉપલબ્ધ

News18 Gujarati
Updated: September 22, 2019, 7:19 PM IST
અમદાવાદમાં ૧લીથી ડિઝિટલ સ્ટેમ્પિંગનો અમલ,  કુલ-૬૦ ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો ઉપલબ્ધ
પ્રતિકાત્મક તસવીર

આગામી તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૧૯થી સમગ્ર ગુજરાતમાં નોન જ્યૂડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાજ્ય સરકારે ગુજરાત (Gujarat Government) સ્ટેમ્પ વેચાણના નિયમોમાં કરેલા સુધારા મુજબ આગામી તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૧૯થી સમગ્ર ગુજરાતમાં નોન જ્યૂડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે જાહેર જનતાને તેઓના અલગ-અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે અને જરૂરી માહિતી અને જાણકારી મળી રહે તે માટે અમદાવાદ જિલ્લામાં પણ અમદાવાદના સ્ટેમ્પ ડ્યૂટી (Duty)મ્યૂલ્યાંકન તંત્રએ વ્યવસ્થા કરી છે તેમ  સ્ટેમ્પ ડ્યૂટી મ્યૂલ્યાંકન તંત્રના નાયબ કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફિઝિકલ નોન-જ્યૂડિશિયલ સ્ટેમ્પનું ૧/૧૦/૧૯થી વેચાણ બંધ થતાં જાહેર જનતાને તેઓના અલગ- અલગ પ્રકારના લેખો ઉપર વાપરવામાં આવતાં જરૂરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે હાલમાં અમદાવાદમાં (Ahmedabad) કુલ-૬૦ જેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો તેમજ કુલ-૧૬૯ જેટલી બેંકોમાં ફ્રેન્કિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી  છે. જેઓ પાસેથી જાહેર જનતા સ્ટેમ્પની ખરીદી કરી શકે છે.

ઉપરાંત ફિઝિકલ નોન-જ્યૂડિશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરી સરકાર ડિજિટાઇઝેશનના (Digitization) અભિગમ અન્વયે સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેંકોને પણ ઇ-સ્ટેમ્પિંગ (E-stamping)લાયસન્સ (License) આપવાનું નકકી કરવામાં આવેલ છે. જે માટે લાયસન્સ મેળવવા માટેની  અરજી કરી શકે છે.  સ્ટેમ્પ ડ્યૂટી મ્યૂલ્યાંકનતંત્રના નાયબ કલેકટર એ ખાસ જણાવ્યું છે કેજાહેર જનતા દ્વારા તા.૩૦/૦૯/૨૦૧૯ ના રોજ કે તે પહેલા ખરીદ કરેલ સ્ટેમ્પ પેપર, સરકારના નિયમોનુસાર સ્ટેમ્પ ખરીદ કર્યા તારીખથી છ માસ સુધી વાપરી શકશે.

આ પણ વાંચોઃ-PM મોદીના જન્મદિને રાજ્યમાં 25,252 મા કાર્ડ, 46,651 આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

આથી, જે લોકોએ ફિઝિકલ સ્ટેમ્પ ખરીદેલ હોય તેઓએ ગભરાવાની કોઇ જરૂરીયાત નથી. આ માટેની વધુ માહિતી માટે પોલીટેકનીક કમ્પાઉન્ડ ખાતે આવેલ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યૂટી મ્યૂલ્યાંકનતંત્રની કચેરીનો સંપર્ક કરી શકાશે.ફિઝિકલ નોન-જ્યૂડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવામાં આવનાર છે તેથી સ્ટેમ્પ વેન્ડર્સ અને પોસ્ટ ઓફીસ મારફત તા.૩૦/૦૯/૨૦૧૯ સુધી ફિઝિકલ નોન-જ્યૂડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ થઇ શકશે.
First published: September 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading