Home /News /madhya-gujarat /

ગ્રીષ્મા હત્યાકાંડની અસર: GTU 1.5 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપશે

ગ્રીષ્મા હત્યાકાંડની અસર: GTU 1.5 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપશે

સેલ્ફ ડિફેન્સની સાથે સાથે યોગાસન અને સૂર્યનમસ્કારની પણ તાલીમ આપવામાં આવશે

GTU will train female students in self defense: સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder case)ના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે, ત્યાં જ સુરતની ગ્રીષ્મા હત્યાકાંડએ અનેક પરિવારોને હચમચાવી મુક્યાં છે. ત્યારે  GTU દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder case)ના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે, ત્યાં જ સુરતની ગ્રીષ્મા હત્યાકાંડએ અનેક પરિવારોને હચમચાવી મુક્યાં છે. ત્યારે  GTU દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) દોઢ લાખથી વધુ વિધાર્થીનિઓને સેલ્ફ ડિફેન્સ (self-defense)ની તાલીમ આપશે. મહિલાઓ, યુવતીઓ સામે હુમલાની ઘટનાઓ સામે વિધાર્થિનીઓ માટે આ તાલીમ મહત્વપુર્ણ સાબિત થશે. આ માટે GTU પોતાની સંલગ્ન 457 જેટલી કોલેજોને એક પરિપત્ર કરી જાણ કરશે તેવું આયોજન હાથ ધરાયુ છે.

આમ તો GTU દ્વારા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓના શોખ અને કૌશલ્ય માટે હોર્સ રાઈડિંગનો કોર્ષ શરૂ કર્યો છે સાથે સમયની માંગ એવા ડ્રોન ટેકનોલોજીનો કોર્સ પણ શરૂ કરાયો છે. પરંતુ GTUએ વિધાર્થિનીઓની સુરક્ષા માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે માટે GTU કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લે. એટલે કે સમગ્ર ટ્રેનિંગ વિનામૂલ્યે હશે.

સેલ્ફ ડિફેન્સ તાલીમ અંતર્ગત જુડો, કરાટે, કુસ્તી, ટ્વેક્વોન્ડોની તાલીમ આપવાનું પણ આયોજન કરાયું છે. (ફાઇલ ફોટો)


જીટીયુની વિદ્યાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણીને સુરક્ષિત રહી શકે તે માટે જીટીયુની 457 કોલેજોમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કરાયું છે. જીટીયુ દ્વારા આયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ જીટીયુની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી આશરે 1.60 લાખ વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના શૈક્ષણિક-વહીવટી મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે. વિદ્યાર્થિનીઓ કટોકટીપૂર્ણ સ્થિતિમાં સ્વબચાવ કરી શકે તે હેતુથી એનજીઓના માધ્યમથી આ તાલીમ અપાશે.

આ પણ વાંચો- Gujarat corona Update: આજે રાજ્યના 15 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય

સેલ્ફ ડિફેન્સ અણધારી આફત પૂર્ણ સ્થિતિમાં યુવતીઓ કે વિદ્યાર્થિનીઓએ પોતાનુ રક્ષણ કેવી રીતે કરવુ તેના પ્રત્યક્ષ નિર્દેશન મારફતે જાણકારી અપાશે. ઉપરાંત સેલ્ફ ડિફેન્સ તાલીમ અંતર્ગત જુડો, કરાટે, કુસ્તી, ટ્વેક્વોન્ડોની તાલીમ આપવાનું પણ આયોજન કરાયું છે. આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રૉ. ડો. નવીન શેઠએ જણાવ્યું કે સુરતમાં હમણાં જે યુવતી પર હુમલો કરી હત્યા કરાઈ, તામિલનાડુમાં લાવણયા કાંડ થયો તે જોતા યુવતીઓની સુરક્ષા ખૂબ જરૂરી છે. આ મામલે અમે વિધાર્થિનીઓની સેલ્ફ ડિફેન્સ તાલીમ માટે રજીટ્રેશન કરાવીશું. GTU સંલગ્ન કોલેજોમાં પણ આ મામલે પરિપત્ર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સેલ્ફ ડિફેન્સની સાથે સાથે યોગાસન અને સૂર્યનમસ્કારની પણ તાલીમ આપવામાં આવશે. જેથી યુવાઓનું મનોબળ મજબૂત થાય.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Grishma Vekaria murder case, Gujarat Technological University, Gujarati news, Self care

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन