Home /News /madhya-gujarat /

કોરોના વાયરસનો કકળાટ, ઉનાળા વેકેશનમાં ક્યાં ફરવા જવું? લોકો મુંઝવણમાં

કોરોના વાયરસનો કકળાટ, ઉનાળા વેકેશનમાં ક્યાં ફરવા જવું? લોકો મુંઝવણમાં

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતીઓ ફરવાના શોખીન છે, એટલે વેકેશન પહેલા ટુર પેકેજ બુક કરાવી દે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે 10 ટકા ટુર પેકેજ રદ થયા, ગુજરાતની ટૂર ઈનસ્ટ્રીઝને 35 થી 40 કરોડો રૂપિયાનુ નુકશાન.

વેકેશનમાં (Summer Vacation) ફરવા જવા માટે લોકો તૈયારીઓ અને પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ કોરોના વાયરસને કારણે ક્યા ફરવા જવુ તેવા પ્રશ્નો મુંજવી રહ્યા છે. કારણે કોરોના કારણે ચીનનુ પ્રવાસ્થન તો ઠપ થયુ છે. તો બાકીના જાપાન, કોરીયા થાઈલેન્ડ, હોંગકોંગ સહિતના 30 દેશોમાં પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયુ છે. ચાલુ વર્ષે કોરોના વાયરસને કારણે વિશ્વના તમામ દેશના પ્રવાસન સ્થળને અસર પહોંચી છે. કારણ કે, કોઈ પણ સંવેદનશીલ મુદ્દાની સીધી અસર પ્રવાસન સ્થળને પહોંચે છે.

પ્રવાસીઓએ પૂર્વના દેશોમાં ફરવા જવાને બદલે પશ્ચિમના દેશમાં ફરવા જવાનુ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોએ વિદેશના પ્રવાસે જવુ રદ કર્યુ છે. ત્યારે ટુર ઓપરેટર મનિષભાઈ શર્માએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ (coronavirus)ની અસરના કારણે ગુજરાતની ટૂર ઈનસ્ટ્રીઝને 35 થી 40 કરોડો રૂપિયાનુ નુકશાન થયુ છે.

ગુજરાતીઓ ફરવાના શોખીન છે, એટલે વેકેશન પહેલા ટુર પેકેજ (tour packages) બુક કરાવી દે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે 10 ટકા ટુર પેકેજ રદ થયા છે, અને વિદેશમાં ફરવા જનાર લોકો હવે દેશના કોઈ સ્થળ પર ફરવા જવાનુ વિચારી રહ્યા છે. અથવા તો વિદેશમાં ફરવા જનાર પ્રવાસીઓ જ્યા કોરોના વાયરસની અસર નથી, તેવા દેશના પ્રવાસન સ્થળ પર ફરવા જવાનુ વિચારી રહ્યા છે. ઉનાળુ વેકેશમાં લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જવાનુ વિચારતા હોય છે, પણ ચાલુ વર્ષ કોરોના વાયરસના કારણે ડોમેસ્ટિક ટુરિઝમ પર પણ જવાનું પસંદ કરી રહ્યા છે.

ટુરિઝમના કારણે દેશનુ અર્થતંત્ર ધબકતુ રહે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની અસરના કારણે ટુરઝિમ અને ટુર ઓપરેટરોને ભારે નુકસાન થયુ છે. જોકે કોરોના વાયરસનુ લાંબુ ચાલશે તો દેશના અર્થતંત્રને પણ અસર પહોંચશે.
Published by:kiran mehta
First published:

Tags: Coronavirus, Impact, People

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन