અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather forecast) કાળઝાળ ગરમી પડી રહી છે.લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર છે. પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે 20 અને 21 એપ્રિલના વાતાવરણ પલટાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટો આવશે. સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી જિલ્લામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે.એટલે કે, 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પણ થવાની સંભાવના છે. તેમજ દાહોદ, અમરેલી, ભાવનગર, દિવમાં પણ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. ભેજ અને તાપમાન ઊંચું હોવાના કારણે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય છે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, 20 અને 21 એપ્રિલના થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કેટલાક જિલ્લામાં થશે.
ઉનાળાની શરૂઆતથી વિપરીત વાતાવરણ જોવા મળી રહ્યું છે.ઉનાળાની શરૂઆત હિટવેવ ત્યાર બાદ વાતાવરણ પલટો.ફરી કાળઝાળ ગરમી પડી અને ત્યાર બાદ ફરી વાતાવરણ પલટો આવશે. વારંવાર વાતાવરણ થતા બદલાવના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને કૃષિ પાકને પણ નુકસાન થાય છે. જોકે અત્યારે કેરીનો પાક તૈયાર થયો છે અને તેમાં હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. એટલે તેજ ગતિએ પવન ફૂંકાશે.તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે.
રાજ્યમાં તાપમાન 42 ડીગ્રી ઉપર પહોંચ્યું છે. જોકે એપ્રિલના અંતમાં તાપમાન 43 થી 44 ડિગ્રીએ પહોંચતો હોય છે.પરંતુ ચાલુ એપ્રિલના મધ્યમાં તાપમાન 45 ડીગ્રીએ પહોંચી ગયું હતું. હજી તો અડધો ઉનાળો પૂરું થયો છે.એટલે કાળઝાળ ગરમી હજુ પણ શન કરવી પડશે.આગામી 20 અને 21 એપ્રિલના થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વાતાવરણ પલટો જોવા મળશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર