IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM

News18 Gujarati
Updated: July 9, 2018, 8:30 PM IST
IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM

  • Share this:
IIM અમદાવાદને 52 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ, HRDના શરણે IIM
ભારતીય પ્રબંધન સંસ્થા અમદાવાદ (આઈઆઈએમ-એ)નેમહેસૂલ વિભાગે તેના દ્વારા ચલાવવામાં આવતા કોર્સ માટે જીએસટી હેઠળ 52 કરોડ રૂપિયાનું સર્વિસ ટેક્સ ભરવા માટે નોટિસ મોકલી છે. મહેસૂલ વિભાગની આ નોટિસને રદ્દ કરવા માટે આઈઆઈએમ-એ દ્વારા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ સાથે જ આઈઆઈએમ-એ આદેશ વિરૂદ્ધ ટ્રિબ્યૂનલમાં પણ અપિલ કરી છે.

દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ શાળાને કોમર્શિયલ કોચિગ સેન્ટર માનીને જીએસટીના હેડ કમિશને (અમદાવાદ) આઈઆઈએમ-એને જીએસટીના રૂપમાં 52 કરોડ રૂપિયા ભરવાનો નિર્દેશ આપ્યો છે. આઈઆઈએમ-એ મુખ્ય રૂપે ચાર કોર્સ ચલાવી રહ્યું છે- રેગ્યુલર પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, પીજીપી (એગ્રી બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ), ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ અને પીજીપી-એક્સ (એક્ઝિક્યુટીવ)

મહેસૂલ વિભાગ 2009-10થી 2014-15 દરમિયાન જમા કરેલ ફિસ પર સર્વિસ ટેક્સ હેઠળ 52 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

આઈઆઈએમ-એના ડાયરેક્ટર પ્રોફેસર ઈરોલ ડિસૂજાએ એક નિવેદનમાં કહ્યું, 'અમે આ બાબતે એચઆરડી મંત્રાલયને નિવેદન કર્યો છે અને મામલાને જોવામાં આવી રહ્યો છે. આઈઆઈએમ-એ દ્વારા નોટિસ વિરૂદ્ધ 13 ફેબ્રુઆરી 2018 ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.' એચઆરડીને લખેલ પત્રમાં આઈઆઈએમ-એ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયને નાણા મંત્રાલય સાથે મળીને આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ કેમ કે, આઈઆઈએમ-એ શૈક્ષણિક સંસ્થા છે જેને જીએસટી હેઠળ સેવા કર આપવાની છૂટ મળેલી છે.

પત્રમાં IIM-Aએ નાણા મંત્રાલય દ્વારા માર્ચ 2016ની સૂચનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફુલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ, ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ અને ફાઈનલ-ઈયર ઈન્ટિગ્રેટર પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ માટે બધા આઈઆઈએમને સર્વિસ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.જાન્યુઆરી 2018માં આઈઆઈએમ એક્ટ લાગૂં થયા પછી અન્ય આઈઆઈએમે પણ એચઆરડી મંત્રાલયને આ વાતની ફરિયાદ છે કે, મહેસૂલ વિભાગ તેમના પાસેથી સર્વિસ ટેક્સની માંગણી કરી રહ્યું છે.
First published: July 9, 2018
વધુ વાંચો
अगली ख़बर