અમદાવાદઃ 'પૈસા આપી દેજો નહીં તો જાનથી મારી નાંખીશ', સન્ની સહિત ત્રણ લોકોએ ઓફિસમાં ઘૂસીને આતંક મચાવ્યો


Updated: October 1, 2020, 11:39 PM IST
અમદાવાદઃ 'પૈસા આપી દેજો નહીં તો જાનથી મારી નાંખીશ', સન્ની સહિત ત્રણ લોકોએ ઓફિસમાં ઘૂસીને આતંક મચાવ્યો
પ્રતિકાત્મક તસવીર

આરોપીઓએ અગાઉની જમીનની લે વેચના કમિશનના પૈસાની લેતી દેતીમાં ઝઘડો કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
અમદાવાદઃ શહેરના ભુદર પુરા વિસ્તારમાં આવેલ જમીન લે વેચની ઓફીસમાં તોડફોડ કરીને ત્રણ લોકોએ તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.  જમીન લે વેચની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અરુણ ગજરે પોલીસ ફરિયાદ આપી છે કે આજે બપોર ના સમયે ચાર વાગ્યા ની આસપાસ પવન શર્મા, સની શર્મા અને અન્ય એક વ્યક્તિ એમ ત્રણ લોકો તેમની ઓફિસમાં લાકડાના દંડા લઈને ઘૂસી ગયા હતા. દરવાજા ના કાચ તેમજ એલ્યુમિનિયમ ની સેક્શન તોડવા લાગ્યા હતા.

જો કે મોટા ભાગના દરવાજામાં તોડફોડ કરતા ફરિયાદી એ તેમને અટકાવતા તેઓ ને માર માર્યો હતો. બાદમાં સન્ની નામનો વ્યક્તિ બહાર પાર્ક કરેલ ગાડીમાંથી પેટ્રોલ ભરેલ કેરબો લઈને આવ્યા હતા. અને કે ખોલી કહેવા લાગ્યો હતો કે પેટ્રોલ છાંટી ઓફિસ સળગાવી દઉં. જો કે ઓફિસમાં હાજર બળદેવભાઈ દેસાઈએ કે છીનવી લેતા સન્નીએ તેઓને પણ માર માર્યો હતો.

બાદ માં પવન અને સન્ની એ ધમકી આપી હતી કે પૈસા નહિ આપો તો તમને, સ્ટાફને અને તમારા શેઠને જાનથી મારી નાંખીશ. આમ આ ધમકી આપીને ત્રણેય આરોપી ઓ ઓફિસ ની બહાર નીકળી ગયા હતા. ફરિયાદી એ બહાર નીકળી જોતા આરોપી ઓ ઇન્નોવા કારમાં બેસીને શ્રેયસ બ્રિજ તરફ જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-ફૂલસ્પીડમાં જતી કાર ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, MBBS વિદ્યાર્થિની અને BScના વિદ્યાર્થીનું મોત

આરોપીઓએ અગાઉની જમીનની લે વેચના કમિશનના પૈસાની લેતી દેતીમાં ઝઘડો કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-મોટી સ્ટારની જેમ દેખાવાની ચાહત મોડલને પડી ભારે, આંખો ઉપર ટેટૂ બનાવ્યું તો ગુમાવવી પડી આંખોઆ પણ વાંચોઃ-એક જ યુવતીના પ્રેમમાં પડ્યા ધો. 12ના બે મિત્રો, Tiktok વીડિયો બનાવ્યા બાદ મિત્રએ મિત્રની કરી હત્યા

ઉલ્લેખનીય છે કે પૈસાની લેતી દેતી માટે જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ છાસવારે અપાતી હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફર્નિચરમાં વેપારીને નનામી ધમકી (threat) મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને બજરંગ આશ્રમ નેશનલ હાઈ વે નંબર 8 પર ફર્નિચરની દુકાન ધરાવતા ભૂપેન્દ્ર યાદવએ પોલીસ ફરિયાદ આપી છે કે 26મી સપ્ટેમ્બરમાં દિવસે બપોરના સમયે તેઓ દુકાનથી ઘરે જમવા માટે જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.


ફોનમાં ધમકી આપનારે જણાવ્યું હતું કે તમે અગાઉ નારણ રબારી અને છગન રબારી પાસેથી જે પૈસા લીધેલા છે. અને તમારી જે ગાડી નારણ રબારી પાસે પડેલી છે જે તેમના પૈસા આપી દો. અને જે ફરિયાદ કરેલી છે તે ફરિયાદ પછી લઇ લો. નહિતર તમે મને અને આ નારણ રબારીને જાણતા નથી, તમને ગમે ત્યાંથી ઉપાડી લઈશું. તેવી ધમકી આપી હતી.
Published by: ankit patel
First published: October 1, 2020, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading