Home /News /madhya-gujarat /

ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ઝડપથી ટિકિટ બુક કરવી લો, દિવાળી પહેલા જ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ

ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ઝડપથી ટિકિટ બુક કરવી લો, દિવાળી પહેલા જ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ

ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ઝડપથી ટીકીટ બુક કરવી લો

દિવાળીનાં તહેવારની (Diwali 2021) લોકો તૈયારી કરી રહ્યા છે. સાથે ફરવા જવા માટે પણ લોકો એડવાન્સ બુકીંગ કરાવી દીધું બુકીંગ ન કરાવ્યું હોય તો ઝડપથી કરાવી લેજો દિવાળીના તહેવારોને લઈ ટ્રેનોમાં 200 આસપાસ વેઇટિંગ લિસ્ટ (Festival Season) ચાલી રહ્યું છે. જો કે તહેવાર માટે પશ્ચિમ રેલવે તહેવાર વિશેષ ટ્રેન પણ દોડાવશે

વધુ જુઓ ...
દિવાળીનાં તહેવારની (Diwali 2021) લોકો તૈયારી કરી રહ્યા છે. સાથે ફરવા જવા માટે પણ લોકો એડવાન્સ બુકીંગ કરાવી દીધું બુકીંગ ન કરાવ્યું હોય તો ઝડપથી કરાવી લેજો દિવાળીના તહેવારોને લઈ ટ્રેનોમાં 200 આસપાસ વેઇટિંગ લિસ્ટ (Festival Season) ચાલી રહ્યું છે. જો કે તહેવાર માટે પશ્ચિમ રેલવે તહેવાર વિશેષ ટ્રેન પણ દોડાવશે

કોરોના કેસ (Corona Case) ઓછા થતા જ પરિસ્થિતિ સામાન્ય બની છે. પ્રવાસીઓની મુવમેન્ટ પણ વધી રહી છે. જો કે દિવાળીના તહેવારમાં તો ટ્રેન ફૂલ (Diwali Train) થઈ જાય છે.લાંબુ વેઇટિંગ લિસ્ટ (Waiting List) જોવા મળે છે.કોરોના કારણે બે વર્ષથી લોકોની અવર જવર ઓછી હતી.પરંતુ ચાલુ વર્ષ દિવાળી પહેલા જ સ્ટેશન પર ભીડ જોવા મળી છે.

આ પણ વાંચો-સુરતથી રાજકોટ એક્સપોર્ટ થતુ હતું અમુલ અને ગોપાલ બ્રાન્ડનું નકલી ઘી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો ઘોટાળો

પ્રવાસીઓનો ધસારો વધતા જ દિવાળીના તહેવારોને લઈ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમો અત્યારથી 200 થી વધુ વેઇટિંગ ચાલી રહ્યું છે.

એક નજર કરીએ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનના વેઇટિંગ લિસ્ટ પર

અમદાવાદ વરણસી એક્સપ્રેસ ટ્રેનમાં 150 વેઇટિંગ,અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 245 વેઇટિંગ,અમદાવાદ બરોની   એક્સપ્રેસ ટ્રેનમાં  220  વેઇટિંગ,અમદાવાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં  111 વેઇટિંગ,અમદાવાદ પટના  એક્સપ્રેસ ટ્રેનમાં 218 વેઇટિંગ છે,વૌષ્ણૌ દેવી-કટરા  એક્સપ્રેસ ટ્રેનમાં 205 વેઇ

ટિંગ,રાજધાની એક્સપ્રેસ એક્સપ્રેસ ટ્રેનમાં  106 વેઇટિંગ છે.જોકે દિવાળીના તહેવાર જેમ જેમ નજીક આવશે તેમ વેઇટિંગ વધતું જશે.

આ પણ વાંચો-ભાજપ ગૌમાતાનાં નામે વોટ લે છે પછી ગૌમાતાને ન પકડવા હપ્તા ઉઘરાવે છે'- કોંગ્રેસી નેતા કમળાબેનનાં આક્ષેપ

અમદાવાદ રેલવે ડિવિઝન પી આર ઓ જીતેન્દ્રકુમાર જયંત

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ વધતાની સાથે જ પશ્ચિમ રેલવે દ્વારા તહેવાર માટે 5 વિશેષ ટ્રેન દોડવાનું આયોજન કર્યું છે.તેમજ જે ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે તેમ એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવ્યા છે સાથે વેઇટિંગ લિસ્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દિવાળી તહેવાર માટે વિશેષ ટ્રેન 5 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે,બાંદ્રા ટર્મિનલ-સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન,

બાંદ્રા ટર્મિનલ-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન,સુરત-કરમાલી સ્પેશિયલ ટ્રેન,સુરત-સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન,

અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

પ્રવાસી ધ્રુવએ ન્યુઝ 18 ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા જ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવાનું છે જેને લઈ એડવાન્સ બુકીંગ કરી લીધું છે.

કોરોના કેસ ઓછા થયા છે.વેકસીન લોકોએ લઈ લીધી છે. પરિવાર સાથે દિવાળીમાં ફરવા જવા માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી લીધી છે.ત્યારે પ્રવાસીઓ ની સુવિધા માટે રેલવે તંત્ર પણ સજ્જ છે.સાથે પ્રવાસીઓના સ્વાસ્થ્ય માટે રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર કરવામાં આવી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Diwali 2021, Festival Season, Gujarat Rail, રેલવે

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन