અમદાવાદ : આ નંબરની બાઈક દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો

News18 Gujarati
Updated: December 10, 2019, 9:05 PM IST
અમદાવાદ : આ નંબરની બાઈક દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો
અમદાવાદના રસ્તાઓ પર એક પલ્સર બાઈક ગુનાઓને અંજામ આપી ફરી રહી છે

આ બાઈક પર બે લોકો આવે છે અને લૂંટ કરી ફરાર થઈ જાય છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના રસ્તાઓ પર એક પલ્સર બાઈક ગુનાઓને અંજામ આપી ફરી રહી છે અને કોઈને પણ આ બાઈક દેખાય તો પોલીસને જાણ કરવા પોલીસે સુચના આપી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફરિયાદી પાસેથી રુપિયા એક લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે બે આરોપીઓ એક પલ્સર બાઈક જેનો નંબર WB-72-U-8246 છે. આ બાઈક પર બે લોકો આવે છે અને લૂંટ કરી ફરાર થઈ જાય છે. વસ્ત્રાપુર સિવાય આ બાઈક ચાલકોએ કાગડાપીઠ વિસ્તારમાં પણ ગુના કર્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસને શંકા છે કે બન્ને આરોપીઓ અન્ય ગુનાઓને પણ અંજામ આપી શકે છે.

આ પણ વાંચો - રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર દારુની મફેહિલ કરતા ઝડપાયા

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી કેશવબાગથી માનષી સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુદર્શન બંગલા પાસે એક આરોપીએ ફરિયાદીની સાથે ઝપાઝપી કરી અને મો દબાવી દીધું હતું. જ્યારે બીજો આરોપી એક્ટિવાની ચાવી લઈ ફરિયાદીના ડેકીમાંથી રુપિયા એક લાખ લઈ ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી આઈ એમ.એમ.જાડેજાનુ કહેવું છે કે પોલીસની ટીમ આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી કરી રહી છે. જો કોઈ પણ વ્યકિતને આરોપીની ગાડી જોવા મળે તો પોલીસને જાણ કરે. નોંધનીય છે કે હાલ તો આ બાઈક ચાલકો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
First published: December 10, 2019
વધુ વાંચો
अगली ख़बर