પોલીસ જવાનો સાવધાન! જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો બમણો દંડ ભરવો પડશે

ankit patel
Updated: September 14, 2019, 7:32 PM IST
પોલીસ જવાનો સાવધાન! જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો બમણો દંડ ભરવો પડશે
સૂચના આપતા ઉચ્ચ પોલીસ અધિકારીની તસવીર

ટ્રાફિક નિયમન દરમિયાન પોલીસ અને વાહનચાલકો વચ્ચે કોઇ અસમજણ ઉદ્દભવે નહીં અને ઘર્ષણ ન થાય તે માટે પોલીસ જવાનોને કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ આગામી દિવસોમાં મોટર વ્હીકલ એક્ટમાં (motor vehicle act) કરવામાં આવેલા સુધારા બાદ દંડની જોગવાઇઓ અમલમાં આવશે. ત્યારે પોલીસ જવાનોએ વાહનચાલકો સાથે કેવી રીતે વર્તન કરવું અને નવા નિયમો મુજબ ટ્રાફિક નિયમને (traffic rule) કેવી રીતે કરાવવું તે અંગેની જાણકારી આપવામાં આવી છે.

અમદાવાદમાં (Ahmedabad)આગામી દિવસોમાં મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલ સુધારાઓ અમલમાં આવશે. ત્યારે વાહનચાલકોમાં પણ જાણે કે ભયનું વાતાવરણ ઊભું થયું હોય તેમ લાગી રહ્યું છે.જો કે ટ્રાફિક નિયમન દરમિયાન પોલીસ અને વાહનચાલકો વચ્ચે કોઇ અસમજણ ઉદ્દભવે નહીં અને ઘર્ષણ ન થાય તે માટે સમગ્ર અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને શાહીબાગ હેડક્વાર્ટસ ખાતે કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારી ઓ દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં શું સુધારા કરવામાં આવ્યાં છે. દંડની જોગવાઇ શું છે તે અંગે માહીતગાર કર્યાં હતાં. જો કે આ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓને વાહનચાલકો સાથે સંયમતાથી વર્તન કરવા માટેની પણ સુચનાઓ આપી હતી.

તો બીજી તરફ વાહનચાલકોમાં મુંઝવણ છે કે આરસીબુક ઇન્સ્યોરન્સ સહીતના દસ્તાવેજો સાથે રાખીને કેવી રીતે સચવાઇ શકે. આ અંગે સરકાર દ્વારા માન્ય જે એપ્લિકેશન છે ડીજીલોકર્સ અને એમ પરિવહનમાં પણ વાહનચાલકો તેમના દસ્તાવેજો રાખી શકે છે. એટલે આ એપ્લિકેશનમાં (application) રાખવામાં આવેલ ડિજિટલ (Digital) પુરાવા પણ પોલીસ કર્મચારીઓએ માન્ય રાખવાની જાણ પણ આ દરમિયાન કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-નવા નિયમોની સમજણ આપતા અધિકારીઓની ગાડીમાં જ બ્લેક ફિલ્મ!

આ એપ્લિકેશનમાં દસ્તાવેજોનું વેરિફિકેશન પણ થાય છે. જ્યારે મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલ સુધારાની જાહેરાત બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં કેટલાક પોલીસ જવાનોના વીડિયો વાયરલ (viral video)થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી છે. અને જે એજન્સીઓ એનફોર્સમેન્ટ માટે જવાબદાર છે તે એજન્સીના કર્મચારીઓ જો ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં નજરે આવશે તો સેન્ટ્રલ મોટર વ્હીકલ એમેટમેન્ટ એક્ટની કલમ 120 બી મુજબ તેમની પાસેથી બમણો દંડ વસુલવામાં આવશે. જેની જાણ પોલીસ કર્મચારીઓને કરીને તમામ પોલીસ કર્મચારીએ ટ્રાફિકના નિયમનું ચુસ્ત પણે પાલન કરવાનો આદેશ કર્યો છે. અને જો કોઇ કર્માચારી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા નજરે આવશે તો તેની સામે દંડ ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ થઇ શકે છે.ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે દંડતો વસુલવામાં આવશે ઉપરાંત જાગૃતતા માટેના કાર્યક્રમો પણ કરવામાં આવશે.
First published: September 14, 2019, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading