બહારની એજન્સી રેડ કરશે તો સ્થાનિક પોલીસ સામે થશે કાર્યવાહી

બહારની એજન્સી રેડ કરશે તો સ્થાનિક પોલીસ સામે થશે કાર્યવાહી
રાજ્યમાં માદક પદાર્થોની બદી ડામવા કડક પગલાં સહિતના વિગતવારની સૂચનાઓ અંગેનો પરિપત્ર બહાર પાડતાં ડી.જી.પી.

રાજ્યમાં માદક પદાર્થોની બદી ડામવા કડક પગલાં સહિતના વિગતવારની સૂચનાઓ અંગેનો પરિપત્ર બહાર પાડતાં ડી.જી.પી.

 • Share this:
  ઋત્વીજ સોની, અમદાવાદઃ રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે રાજ્યના ડીજીપીએ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ માટે ખાસ આદેશ આપ્યા છે. જેમાં સ્થાનિક પોલીસ અને એજન્સીઓની નિષ્ક્રિયતા સામે સસ્પેન્શન સુધીના પગલા લેવાની જાહેરાત કરી છે.

  આ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ઐક માસ પરિપત્ર કરીને રાજ્યના તમામ જીલલા શહેરના પોલીસ અધિકારીઓને નાર્કોટીક્સ/માદક પદાર્થો અંગે કરવાની કાર્યવાહી વિશે વિગતવારની સુચનાઓ આપી છે. જેમાં રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહીં તે માટે રાજ્યમાં આવેલા મોટા શૈક્ષણિક સંકુલો/સંસ્થાની આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા તમામ પ્રકારના સોર્સ દ્વારા વધુમાં વધુ બાતમી મેળવવા, પડદા પાછળ રહીને કામ કરતાં આરોપીઓને ઓઢાખીને તેની ધરપકડ કરવા, માદક પદાર્થોનો જથ્થો કેવા વાહનમાં લાવવામાં આવેલો હતો, ક્યા રૂટ મારફતે લાવવામાં આવેલો હતો, આવી હેરફેર માટે કોઈ ચોક્સ સમયની પસંદગી કરવામાં આવેલ હતી કે કેમ, કોઈ સરકારી કર્મચારી ગુનામાં સંડોવાયેલો હતો કે કેમ તથા આવા ગુનાઓની તપાસ ચોગ્ય રીતે થાય તે માટેના વિગતવારના સુચના આપવામાં આવી છે.  અહીં ક્લિક કરી વાંચોઃ Whatsapp પર રહ્યો છે આ ફેક મેસેજ, ના બનો શિકાર

  સ્થાનિક પોલીસ સામે લાલ આંખ કરતાં ડીજીપીએ જણાવ્યું છે કે જો બહારની એજન્સી જેવી કે સી.આઇ.ડી.(ક્રાઇમ), ઍ.ટી.એસ, ઍલ.સી.બી.ઍસ.ઓ.જી દ્વારા કેસો શોધી કાઢવામાં આવશે તો, સ્થાનિક પોલીસ સ્ટેશન બીટ /ચોકીના પોલીસ અધિકારી/કર્મચારીની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવામાં આવશે અને તેઓના સુપરવાઇઝર, અધિકારી વિરુદ્ધ પ્રાથમિક તપાસ આપવામાં આવશે. જો આવી તપાસમાં અધિકારી નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ જણાશે તો તેમના વિરુધ્ધ ખાતાકીચ પગલાં લેવામાં આવશે તથા તેમના વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામાં આવશે.

  વધુમાં, આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બહારની એજન્સીઓને રેડ દરમિયાન સ્થાનિક પોલીસને સાથે રાખવાની રહેશે નહિ અને જો સી.આઈ.ડી.(ક્રાઇમ) કે એ.ટી.ઍસ જેવી એજેન્સી રેઇડ કરે તો જીલ્લા, શહેરની એસ.ઓ.જી વિરુધ્ધ તપાસ કરવામાં આવશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ એક બકરીના કારણે ઉડી પોલીસની ઊંઘ, BJP સાંસદ પણ પરેશાન

  અગાઉ ડી.જી.પી શિવાનંદ ઝા દ્વરા ખાસ મીટીંગ રાખીને તમામ ઐકમોને નિર્દેશ કરવામાં આવેલ હતો કે માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાસ્થ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા આદેશ કર્યા હતા.. આ માટે ડી.જી.પી. દ્વારા તમામ એકમોને નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા અંગેની ઍક ખાસ ડ્રાઈવ પણ આપવામાં આવેલ છે. ખાસ કરીને જે વિસ્તારમાં આવા પદાર્થોનું વેચાણ, ઉષ્પાદન કે સંગ્રહ થઈ શકે તેવી સંભાવના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ સખીને સધન ચેકીંગ કરવા તથા આવા વિસ્તારોમાં અવારનવાર કોટૅગ રાખવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં માદક પદાર્થો પકડવામાં કોઈ ઍકમની નબળી કામગીરી જણાય આવશે તો તેવા એકમના સંબંધિત અધિકારીઓ વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે તેમ પણ રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં જણાવ્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:July 05, 2019, 21:32 pm

  ટૉપ ન્યૂઝ