'મારે માસ્ક પહેરવું હોય તો પહેરીશ, નહિ તો દવા પીને તમને ફીટ કરાવી દઈશ': અમદાવાદમાં ચાલકની પોલીસને ધમકી


Updated: June 28, 2020, 8:06 PM IST
'મારે માસ્ક પહેરવું હોય તો પહેરીશ, નહિ તો દવા પીને તમને ફીટ કરાવી દઈશ': અમદાવાદમાં ચાલકની પોલીસને ધમકી
ફાઈલ તસવીર

બાઈક ચલાકે માસ્ક બાબતે પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને કહ્યું કે, "મારું મો છે મારે માસ્ક પહેરવું હોય તો પહેરુ તમારે શું?, મારા સગા ક્રાઇમ બ્રાન્ચમાં છે મેમો આપશો તો ઝેરી દવા પીને ફિટ કરાવી દઈશ".

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસના (coronavirus) કહેર વચ્ચે સરકારે માસ્ક (mask) પહેરવું ફરજિયાત કર્યું છે. અને જે લોકો માસ્ક ન પહેરે તેની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલાઇ રહ્યો છે. તેવામાં સરખેજ પોલીસને એક વાહન ચાલકનો કડવો અનુભવ થયો હતો. એક ચાલકને રોકતા તે આવેશમાં આવી ગયો અને પોલીસને (police) ધમકી આપી કે હેરાન કરશો તો દવા પીને ફિટ કરી દઈશ. જોકે પોલીસે ઘર્ષણ કરનાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarakhej police station) ફરજ બજાવતા બળદેવસિંહ કરશન સિંહ માસ્કની ડ્રાઈવને લઈને પોતાના વિસ્તારમાં ફરજ પર હતા. ત્યારે મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસેથી એક બાઇક ચાલક વગર માસ્ક પહેરે નીકળ્યો હતો. તેને પોલીસે રોક્યો હતો.

આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રમાં 30 જૂન પછી પણ ચાલું રહેશે લોકડાઉન, ખતરો હજી ટળ્યો નથીઃ CM ઉદ્ધવ ઠાકરે

બાદમાં આ બાઈક ચલાકે માસ્ક બાબતે પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને કહ્યું કે, "મારું મો છે મારે માસ્ક પહેરવું હોય તો પહેરુ તમારે શું?, મારા સગા ક્રાઇમ બ્રાન્ચમાં છે મેમો આપશો તો ઝેરી દવા પીને ફિટ કરાવી દઈશ".

આ પણ વાંચોઃ-ગુજરાત માટે સારા સંકેત! વતન ગયેલા શ્રમિકો કર્મભૂમિમાં પરત ફર્યા, ઉદ્યોગ-ધંધાઓને મળશે વેગ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ CISFના PSIએ સર્વિસ ગનથી પોતાની છાતીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચીઆવી ધમકી આપતા જ પોલીસે તેમના ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરતા બાઇક ચાલાક મહમદ અનિષ મન્સૂરી સામે ગુનો નોંધ્યો હતો. મહમદ અનિષ સામે સરખેજ પોલીસે 186, 294(b), 506(1) કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
First published: June 28, 2020, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading