અમદાવાદ : કોરોનાના કારણે કોઈ બાળકો નિરાધાર બન્યા હોય તો આ સંસ્થાનો સંપર્ક કરો

અમદાવાદ : કોરોનાના કારણે કોઈ બાળકો નિરાધાર બન્યા હોય તો આ સંસ્થાનો સંપર્ક કરો
અમદાવાદ : કોરોનાના કારણે કોઈ બાળકો નિરાધાર બન્યા હોય તો આ સંસ્થાનો સંપર્ક કરો

આ કપરી સ્થિતિમાં કોઈનો આશરો અને મદદરૂપ થવું જ માનવસેવા છે. જેથી ચાઈલ્ડ કેરે બાળકોને આશરો અપાવવા આ ઝુંબેશ શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના કહેરમાં અનેક બાળકો નિરાધાર બન્યા હશે. આ બાળકોનો આધાર હવે ચાઈલ્ડ કેર બન્યો છે. નિરાધાર બાળકોને ચાઈલ્ડ કેર દ્વારા ડેટા મેળવીને તેમને મદદરૂપ થવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માતા-પિતા ગુમાવનાર બાળકોના વ્હારે હવે અમદાવાદની ચાઈલ્ડ લાઈન સંસ્થા આવી છે. પાલક માતા-પિતાની યોજના હેઠળ તેઓ મદદ કરશે.

કોરોનાની મહામારીમાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હશે. આ કપરી સ્થિતિમાં દયનિય હાલત તો બાળકોની થઈ છે, જે નિરાધાર બન્યા છે. કોરોનાના કહેરમાં માતા પિતાને ગુમાવનાર બાળકોના વ્હારે હવે ચાઈલ્ડ કેર આવ્યું છે. જેમને ગુજરાતના નિરાધાર બાળકોના આંકડા મેળવ્યા છે. માતા-પિતા ગુમાવનાર સંતાનને કોઈ વ્યક્તિ જો મદદરૂપ થયું હોય તો તેને પાલક માતા પિતાની યોજનાનો લાભ આપવામાં આવે છે. અથવા તો બાળકોને ચાઈલ્ડ હોમમાં લઇ જઇને તેમનો ઉછેર કરવામાં આવે છે. સરકાર અને ચાઈલ્ડ કેરના આ અભિયાનથી બાળકોને નવું જીવનદાન મળશે તેવું ચાઈલ્ડ કેરના કોર્ડીંનેટર બિનલ બહેને જણાવ્યું છે.આ પણ વાંચો - સુરતના નામી બિલ્ડરે ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ પણ મળી આવી

ગુજરાતમાં 5 જેટલા નિરાધાર બાળકોનો આંકડો સામે આવ્યો છે. જેમનું પાડોશીઓ કે સંબંધીઓ પાલનપોષણ કરે છે. જ્યારે કેટલા પરિવારમાં ઘરના મોભીને જ કોરોનાનો કહેર ગળી ગયો છે. જેના કારણે ગૃહીણી અને તેના સંતાન નિરાધાર અને આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. તેમને જમવાની પણ સગવડ ન મળતી હોવાનું પણ સામે આવ્યું છે. તેવા પરિવાર માટે રાશન કીટ અને અન્ય યોજનાનો લાભ આપવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હોવાનું બિનલ બહેને જણાવ્યું છે.

આ કપરી સ્થિતિમાં કોઈનો આશરો અને મદદરૂપ થવું જ માનવસેવા છે. જેથી ચાઈલ્ડ કેરે બાળકોને આશરો અપાવવા આ ઝુંબેશ શરૂ કરી છે. લોકોને આવા બાળકોની માહિતી આપવા માટે ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક સાધવાની પણ અપીલ કરી છે.
Published by:Ashish Goyal
First published:May 08, 2021, 16:48 pm

ટૉપ ન્યૂઝ