અમદાવાદ : ઘીમાંથી માતાજીની 5 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી કરવામાં આવી રહે છે આરાધના

News18 Gujarati
Updated: October 7, 2019, 9:25 AM IST
અમદાવાદ : ઘીમાંથી માતાજીની 5 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી કરવામાં આવી રહે છે આરાધના
ઘીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ.

120 કિલોગ્રામ ઘીમાંથી 5 ફૂટની મૂર્તિ બનાવાય છે, મૂર્તિ પીગળી ન જાય તે માટે 1500 કિલો બરફ મૂકવામાં આવ્યો છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : હાલ મા આદ્ય શક્તિની આરાધનાનો નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં પરંપરાગત રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. અહીં 120 કિલો ઘીમાંથી માતાજીની 5 ફુટની મૂર્તિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ ભંડેરી પોળમાં આવતા રોજના 5 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

કાળુપુર દરવાજાની ભંડેરી પોળમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે 30 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં વારાહીધામમાં માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. જોકે, આ મૂર્તિની વિશેષતા એ છે કે મૂર્તિ બનાવવા માટે 120 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘી માંથી કેલા માતા અને ચામુંડા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિની ઊંચાઈ 5 ફુટની છે. ગરમીના કારણે મૂર્તિ પીગળી ન જાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને લઈને આયોજકો દ્વારા 1500 કિલોગ્રામ બરફ રાખવામાં આવ્યો છે. બરફ રાખવાના કારણે ગરમીની અસર મૂર્તિ પર થતી નથી. મૂર્તિને ફુલના હારથી શણગારવામાં આવી છે.

મહત્વનું છે કે આણંદ પાસે આવેલા જોગરી ગામમાંથી મૂર્તિકાર આવીને મૂર્તિ બનાવી છે. ભંડેરી પોળમાં દર વર્ષે પરંપરા પ્રમાણે મૂર્તિકાર આવીને મૂર્તિ બનાવે છે. આયોજકોનું કહેવું છે કે આ પ્રકારની મૂર્તિ ગુજરાતમાં ફક્ત વારાહીધામમાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રકારના આયોજનોથી જ વર્ષો જૂની પરંપરાની જાળવણી થાય છે. અહીં મૂર્તિના દર્શન માટે ભક્તોનો ભારે જમાવડો થાય છે. દર્શનાર્થીઓ મરાતાજીના મહાત્મય વિશે જાણી શકે અને માતાજી પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અતુટ રહે તે જ હેતુ આ આયોજન પાછળ રહેલો છે.
First published: October 7, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading