હની ટ્રેપ મામલે IBN7ની Impact : Smeshapp એપ google play store માંથી હટાવાઇ

Haresh Suthar | Pradesh18
Updated: March 15, 2016, 1:15 PM IST
હની ટ્રેપ મામલે IBN7ની Impact : Smeshapp એપ google play store માંથી હટાવાઇ
#ભારતીય સૈનિકોના મોબાઇલ ફોન હેક કરવા અંગે આઇબીએન7 પર રજુ કરાયેલા અહેવાલ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓપરેશન પાકિસ્તાનની એ હદે અસર થઇ છે કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપને હટાવી લેવામાં આવી છે. આ એપ્લીકેશન દ્વારા પાકિસ્તાન ભારતીય સેનાના ઓફિસરોના મોબાઇલમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું.

  • Pradesh18
  • Last Updated: March 15, 2016, 1:15 PM IST
  • Share this:
નવી દિલ્હી #ભારતીય સૈનિકોના મોબાઇલ ફોન હેક કરવા અંગે આઇબીએન7 પર રજુ કરાયેલા અહેવાલ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓપરેશન પાકિસ્તાનની એ હદે અસર થઇ છે કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપને હટાવી લેવામાં આવી છે. આ એપ્લીકેશન દ્વારા પાકિસ્તાન ભારતીય સેનાના ઓફિસરોના મોબાઇલમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું.

IBN7 પર આ અંગે અહેવાલ રજુ થયાના ગણત્રીના જ કલાકોમાં ગૂગલ પ્લે સ્ટોરે smeshapp નામની આ એપને હટાવી લીધી છે. Smeshapp દ્વારા ફોજીઓની વાતચીત અને મૂવમેન્ટ સહિતની જાણકારી સ્ટોર કરવામાં આવતી હતી. આ એપ દ્વારા પાકિસ્તાન ભારતીય ફોજની જાસુસી કરતું હતું.

IBN7 અને CNN-IBN7એ પોતાના સ્ટિંગ ઓપરેશન પાકિસ્તાનમાં ખુલાસો કર્યો હતો કે, ફોજ અને અર્ધ સૈનિક બળોના 200થી વધુ ઓફિસરોને પાકિસ્તાન કેવી રીતે ભારત વિરૂધ્ધ પોતાના હથિયારની જેમ ઉપયોગ કરે છે. આ કામ મોબાઇલ ફોનને હેક કરીને કરવામાં આવી રહ્યું હતું.

મોબાઇલમાં સેવ તસ્વીરો, વીડિયો, ફોન કોલ્સ સહિતની ડિટેલ બધુ જ આ એપ દ્વારા જોઇ શકાય છે.

વાંચો : પાકિસ્તાને ફોજના 200થી વધુ ઓફિસરોના મોબાઇલ હેક કર્યા
First published: March 15, 2016, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading