દિલ્હીની મહિલા સાથેનાં પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયાનું સસ્પેન્સન લંબાવાયું

News18 Gujarati
Updated: October 22, 2019, 2:39 PM IST
દિલ્હીની મહિલા સાથેનાં પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયાનું સસ્પેન્સન લંબાવાયું
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની ફાઇલ તસવીર

પૈસાની લેતીદેતીથી માંડીને ખાતાકીય તપાસમાં કોઇ વિદ્ન ન નડે તે માટે તેમનું સસ્પેન્સ લંબાવવામાં આવ્યું છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : દિલ્હીની (Delhi) મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં પોલીસે IAS ગૌરવ દહિયાને (Gaurav Dahiya) ઓગસ્ટ મહિનામાં સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યાં હતાં. આજે તેમનું સસ્પેન્સને વધુ 3 મહિના લંબાવવામાં આવ્યું છે. આ અંગે રિવ્યુ મિટિંગ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતીથી માંડીને ખાતાકીય તપાસમાં કોઇ વિદ્ન ન નડે તે માટે તેમનું સસ્પેન્સ લંબાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે CM વિજય રૂપાણીના (Vijay Rupani) આદેશ બાદ IAS દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી સ્થિત મહિલાના શોષણ મામલે પોલીસ ચોપડે ચઢી ચૂકેલા IAS દહિયા પોલીસની સતત નોટિસોની અવગણના કરી રહ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ IAS ગૌરવ દહિયાને તેમનુ નિવેદન નોંધાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસ મોકલી ચુકી છે, પરંતુ તમામ નોટિસોનો દહિયાએ અવગણના કરી હતી. જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો : દહિયાની કથિત પત્નીએ કહ્યું, 'DNA તપાસ થવી જ જોઇએ, હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ'

દિલ્હીની યુવતી બ્લેકમેઇલ કરતી હોવાનો આક્ષેપ

દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ દહિયા હવે આ યુવતી બ્લેકમેઈલ કરી રહી હોવાનો આક્ષેપ કરે છે. કમિટી સમક્ષ કરાયેલી પુછપરછમાં પણ દહિયાએ યુવતી નાણાંની માગણી કરીને બ્લેકમેઈલ કરતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બીજીતરફ કમિટીએ ગૌરવ દહિયાની પુર્વ પત્નીના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને વધુ વિગતો જાણી હતી.
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर