કથિત પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ

News18 Gujarati
Updated: August 14, 2019, 5:24 PM IST
કથિત પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની ફાઇલ તસવીર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં. તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે.

આ કથિત પ્રેમ પ્રકરણમાં પોલીસ આઈએએસ ગૌરવ દહિયાને તેમનુ નિવેદન નોંધાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસ મોકલી ચુકી છે. પરંતુ દહિયા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેને પગલે છેલ્લે ગાંધીનગર સેક્ટર-7 પોલીસે દહિયાને ચોથી નોટીસ મોકલી હતી.


આ પણ વાંચો : IASનો એકરાર, 'I love u and my daughter', સામે મહિલાએ કહ્યું, 'હવે તું જોજે'

ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.

 VIDEO: IAS દહિયા સામે મહિલાએ લગાવ્યાં ગંભીર આરોપ

મહત્વનું છે કે દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ દહિયા હવે આ યુવતી બ્લેકમેઈલ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કમિટી સમક્ષ કરાયેલી પુછપરછમાં પણ દહિયાએ યુવતી નાણાની માંગણી કરીને બ્લેકમેઈલ કરતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બીજીતરફ કમિટીએ ગૌરવ દહિયાની પુર્વ પત્નીના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને વધુ વિગતો જાણી હતી. 
First published: August 14, 2019
વધુ વાંચો
अगली ख़बर