હું ટૂંક સમયમાં મારો નિર્ણય કરીશ, સારા સમાચાર આવશેઃ અલ્પેશ ઠાકોર

News18 Gujarati
Updated: July 14, 2019, 4:40 PM IST
હું ટૂંક સમયમાં મારો નિર્ણય કરીશ, સારા સમાચાર આવશેઃ અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરની તસવીર

રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ન્યૂઝ18ગુજરાતીએ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાત કરી હતી.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ રાધનપુર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ન્યૂઝ18ગુજરાતીએ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે આગામી સમયમાં સારા સમાચાર આવશે. અને પોતે પોતાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે એમ જણાવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, એવા લોકો પાર્ટીમાં કબજો જમાવીને બેઠા છે જેઓ પ્રજા વચ્ચે ચાલતા નથી. જેમના મનામાં પ્રજા માટે કામ કરવા માટેની ભાવનાની ઉણપ રહેલી છે. ઇમાનદાર કાર્યકર્તાને આગળ આવવા નથી દેતા. કાર્યકર્તાઓનું અપમાન થાય છે. હું એટલુ ચોક્કસ કહી શકું કે જેણે પોતાના વિસ્તારો અને પ્રજા માટે કામ કરતા લોકો આ પાર્ટીમાં ન જોડાતા.

વિપક્ષ તરીકે વિરોધ કરવાનો હોય પરંતુ પ્રજાને પણ લાગવુ જોઇએ કે પાર્ટી એમના માટે છે. અલ્પેશ ઠાકોર શું કરશે એ પ્રશ્ન ઉપર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ગરીબ લોકોના કામ માટે જ જાહેર જીવનમાં આવ્યો છે. હું મારા રાધનપુરનો વિકાસ કરવા માંગુ છું. પાણી, શિક્ષણ, રોડ રસ્તાના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગુ છું.

રાધનપુરમાં એક એવી જીઆઇડીજીની કલ્પના કરી છે. જેનાથી રાધનપુર સંલગ્ન જિલ્લાના હજારો યુવાનોને રોજગારી આપવાની છે. તમે ક્યારે ધારાસભ્ય બનશો એ અંગેના પ્રશ્ન વિશે તેમણે જણાવ્યું હતું કે, જે ગરીબોના કામ માટે જોડાયા હોય જ્યા કામ ન થતાં હોય ત્યારે ત્યાં જોડાઇ રહેવું એ મારી વિચાર સરણી નથી. ટૂંકા જ ગાળામાં સારા સમાચાર મળશે. હું રાધનપુરમાંથી જ લડીશ મારે રાધનપુર સાથે જ કામ કરીશ. આગામી દિવસોમાં વિશાળ મહાસંમેલન કરવાનું છે.
First published: July 14, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading