'મારે તારી બહેન સાથે લગ્ન કરવા છે': હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે એવી અમદાવાદની આ ઘટના


Updated: June 20, 2020, 7:44 PM IST
'મારે તારી બહેન સાથે લગ્ન કરવા છે': હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે એવી અમદાવાદની આ ઘટના
પ્રતિકાત્મક તસવીર

પતિએ કહ્યું હતું કે, મારે તારી સાથે રહેવું નથી. મારે તારી બહેન સાથે લગ્ન કરવા છે તેથી તું મને છૂટાછેડા આપી દે. જેથી આ યુવતીએ કહ્યું કે, તમે ગમે તે કરો પરંતુ હું છૂટાછેડા નહીં આપુ.

  • Share this:
અમદાવાદઃ અત્યાર સુધી હિન્દી ફિલ્મોમાં (Hindi films) પત્નીને અંધારામાં રાખી સાળી સાથે પ્રેમ પ્રકરણની (love Affair) અનેક કહાનીઓ જોવામાં આવી હશે. પણ આવી કહાનીઓ હવે કેટલાંક ઘરોમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદના (Ahmedabad) બાપુનગર પોલીસ સ્ટેશનમાં (bapunagar police station) આવી જ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં સાળી સાથે પતિને પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્ન કરવાં પત્નીને છૂટાછેડા (wife Divorce) માટે દબાણ કરી ફટકારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે બાપુનગર ખાતે એક યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. આ યુવતીની નાની બહેન સાથે તેના પતિને પ્રેમ થઇ ગયો હતો. યુવતીનો પતિ તેની સાળી સાથે લગ્ન કરવા પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો.

ગઇ કાલે આ યુવતી બપોરે તેની ભાભી અને માતા-પિતા સાથે ઘરે હાજર હતી. ત્યારે તેનો પતિ અને નાની બહેન ત્યાં આવ્યાં હતાં અને ઝઘડો કરવા લાગ્યાં હતાં. યુવતીને તેના પતિએ કહ્યું હતું કે, મારે તારી સાથે રહેવું નથી. મારે તારી બહેન સાથે લગ્ન કરવા છે તેથી તું મને છૂટાછેડા આપી દે. જેથી આ યુવતીએ કહ્યું કે, તમે ગમે તે કરો પરંતુ હું છૂટાછેડા નહીં આપુ.

જેથી આ યુવતીનો પતિ આવેશમાં આવી ગયો અને સાળી સાથે મળીને આ યુવતીના વાળ પકડી ઢસડી હતી અને માર માર્યો હતો. બાદમાં પતિએ પત્નીને ધમકી આપી કે, છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશ. આટલું જ નહીં, પતિએ પત્ની ઉપર પાઇપથી હુમલો કરતાં તે લોહીલુહાણ થઇ ગઇ હતી. બાદમાં યુવતીનો પતિ તેની સાળી સાથે ભાગી ગયો હતો.

આ યુવતીને ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ઘસેડવામાં આવી હતી. આ મામલે બાપુનગર પોલીસને જાણ કરાતાં પોલીસે આ મામલે યુવતીના પતિ અને સાળી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: June 20, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading