10 જિલ્લાના લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે એક રાત માટે સહકાર આપો: CM

News18 Gujarati
Updated: June 12, 2019, 3:55 PM IST
10 જિલ્લાના લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે એક રાત માટે સહકાર આપો: CM
વિજય રૂપાણી

કંટ્રોલ રૂમની મુલાકાત લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને માહિતી આપી હતી. મીડિયાના માધ્યમથી ગુજરાતના સંભવીત 10 જિલ્લાઓના લોકોને નમ્ર વિનંતી કરી હતી.

  • Share this:
8ગુજરાતીઃ ગુજરાતના દરિયાકાંઠાથી 340 કિલોમીટર દૂર વાયુ વાવાઝોડું મંડરાઇ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનું તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે ગાંધીનગરમાં તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમની મુલાકાત લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને માહિતી આપી હતી. મીડિયાના માધ્યમથી ગુજરાતના સંભવીત 10 જિલ્લાઓના લોકોને નમ્ર વિનંતી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આવતી કાલે વહેલી સવારથી પરમ દિવસ સુધી વ્યાપક અસર થશે. હવામાન વિભાગ 130 કિલોમીટર ફૂંકાશે પરંતુ આજે તેની ગતિ વધુ છે અને તે 150 કીલોમીટર ફૂંકાઇ રહ્યું છે. એટલે તેની તિવ્રતા વધતી જાય છે એ ચિંતાનો વિષય છે. 10 જિલ્લાઓ ઓળખી અને તેના કલેક્ટરો સાથે વાત કરી છે. અમે નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે મળીને કામગીરી કરી રહી છે.

વીજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું મીડિયાના માધ્યમથી 10 જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે, એક રાત માટે સ્થળાંતર થવા માટે તંત્રને સહકાર આપે. મધરાત્રે વાવાઝોડું ત્રાટકશે. મધરાત્રે બધા સુતા હશે. વિજળી ન પણ નહોય. એટલે આપણે અંધારામાં ફાંફા ન મારવા પડે તેવી પરિસ્થિતિમાં તમામ લોકો સહકાર આપે તે જરૂરી છે.

આ આખા વાવઝોડા સામેના સંઘર્ષમાં આપણી સફતા એક પણ વ્યક્તિની જાનહાની ન થાય એ જ છે. સ્થળાંતર સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. એટલા માટે તંત્ર જે પ્રમાણે નક્કી કરે એમ સહકાર આપવો. ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માટે માત્ર 24 કલાક માટે લોકો સિફ્ટ થાઓ એટલી મારી દર્દ ભરી અપિલ છે.

આ પણ વાંચોઃ-LIVE: ગુજરાતના દરિયાકાંઠે 13 જૂનની સવારે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે વાવાઝોડું : હવામાન વિભાગ

મોડી રાતનો સમય છે એટલા માટે પશુપાલકો પોતાના પશુઓને બાંધે નહીં કારણ કે પુર જેવી સ્થિતિમાં બાંધેલા પશુઓ મોતને ભેટ્યાં છે. અત્યારે સુધીમાં 1,20,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને હજી પણ સ્થળાંતર થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ વિભાગો ગુજરાતની ચિંતા કરે છે. એટલા માટે અપિલ કરું છું કે, અત્યારના સંઘર્ષના સમયે બધા સહકાર આપે એવી અપિલ છે.આ પણ વાંચોઃ-વાવાઝોડાની સ્પીડ અને આપણી સ્પીડ વચ્ચેની આ લડાઇ છેઃ CM વિજય રૂપાણી

એનડીઆરએફની બીજી 11 ટીમો વાયુ સેનાના વિમાન મારફતે આવી રહી છે. એમ ગુજરાતમાં અત્યાર સુધી 47 ટીમો બોલાવી છે. હજી સુધી વાવાઝોડાની અસર થઇ નથી હજી 340 કિલોમીટર દૂર છે. દરિયા કાઠા વિસ્તારમાં રેલવેને પણ સ્થગિત કરવામાં આવી છે જેથી કોઇ ફસાઇ ન થાય તે માટે આ સેવાઓને સ્થગિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક માછીમારો દરિયામાંથી પાછા આવે છે. સોમનાથ મંદિરની વિધિતો ચાલશે પરંતુ પ્રવાસીઓ તો ઓછા થયા છે. એટલે સોમનાથ મંદિર બંધ કરવાનો પ્રશ્ન નથી આવતો.
First published: June 12, 2019, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading