મને ખૂબ દુઃખ છે, મેં ઇરાદાપૂર્વક આવું નથી કર્યું : અકસ્માત સર્જનાર BRTS ડ્રાઇવર

News18 Gujarati
Updated: November 22, 2019, 3:59 PM IST
મને ખૂબ દુઃખ છે, મેં ઇરાદાપૂર્વક આવું નથી કર્યું : અકસ્માત સર્જનાર BRTS ડ્રાઇવર
અકસ્માત સર્જનાર ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિ

ગુરુવારે અકસ્માત સર્જીને બે લોકોનો ભોગ લેનાર બીઆરટીએસના ડ્રાઇવરને આજે (શુક્રવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુરુવારે અકસ્માત સર્જીને બે લોકોનો ભોગ લેનાર બીઆરટીએસના ડ્રાઇવરને આજે (શુક્રવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાંથી બહાર લવાયા બાદ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત દરમિયાન આરોપી ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિએ અકસ્માત અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. કોર્ટમાં પોલીસે ચિરાગ પ્રજાપતિ સામે વધારાની કલમ લગાડવાની વાત કરતા તારીખ પડી હતી. હવે તેને ફરીથી કોર્ટમાં લાવવામાં આવશે. (આ પણ વાંચો :  'યુવકને બચાવવા અમે 30 મિનિટ મથ્યાં, CPR આપતા જ મોઢામાંથી લોહી બહાર આવતું હતું')

ન્યૂઝ18ના રિપોર્ટર પ્રણવ પટેલ સાથે વાતચીત કરતા બીઆરટીએસના ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, "અકસ્માત અંગે મને ખૂબ અફસોસ છે. મેં આવું ઇરાદાપૂર્વક નથી કર્યું." આ રીતે ડ્રાઇવરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, ડ્રાઇવર ભલે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરી રહ્યો હોય પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર ફિટકાર વરસાવી છે. અનેક લોકોએ બીઆરટીએસ બસનો યમદૂત સાથે સરખામણી કરી છે.

આ પણ વાંચો : BRTS અકસ્માત : આહિર બંધુઓનાં મોડી રાત્રે અંતિમસંસ્કાર, અંતિમયાત્રામાં 10 ગામનાં લોકો જોડાયા

બીઆરટીએસના અકસ્માત મામલે આજે એનએસયૂઆઈ તરફથી પણ અમદાવાદમાં ઠેક-ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી બસો રોકવામાં આવી હતી. બીઆરટીએસ બંધની જાહેરાત બાદ શુક્રવારે સવારથી જ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી.

બીઆરટીએસ બસે બે ભાઈઓને કચડી નાખવા બાબતે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. લોકોએ જીવ ગુમાવ્યો હોય ત્યારે શહેરના મેયર હસી રહ્યા હોય તે ખરેખર શરમજનક ઘટના છે. અમિત ચાવડાના કહેવા પ્રમાણે કોન્ટ્રાક્ટ પર બસો ચલાવવામાં આવતા આવી દુર્ઘટનાઓ બને છે.આહિર બંધુઓનાં મોડી રાત્રે ત્રિવેણી સંગમ ખાતે અંતિમ સંસ્કાર

અમદાવાદ ખાતે બીઆરટીએસ અકસ્માતનો ભોગ બનેલા બંને આહિર બંધુઓનાં મોડી રાત્રે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે અંતિમ સંસ્કાર થયા હતા. બંને યુવકોનાં મતદેહને મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં વેરાવળ તાલુકાના છાત્રોડા ગામમાં લાવવામાં આવ્યો હતો. મૃતદેહ આવી પહોંચતા જ આખું ગામ હિબકે ચડ્યું હતું. ગામના બે જુવાનજોધ દીકરા અકસ્માતમાં માર્યા ગયાના શોકમાં આખું ગામ મૃતદેહ આવ્યો ત્યાં સુધી જાગ્યું હતું. મૃતદેહ આવી પહોંચતા જ આખા ગામમાં આક્રંદ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો : 
First published: November 22, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading