અમદાવાદ : અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી મહિલાને કહ્યું, 'એકને મારીને આવ્યો છું, પોલીસથી બચવા માંગુ છું'


Updated: December 14, 2019, 4:08 PM IST
અમદાવાદ : અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી મહિલાને કહ્યું, 'એકને મારીને આવ્યો છું, પોલીસથી બચવા માંગુ છું'
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ કહેલી કહાની પર પોલીસને શંકા, શખ્સને મહિલા ગાડીમાં ઉતારવા માટે એસજી હાઇવે પણ ગઇ

  • Share this:
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર (VastraPur Ahmedabad) વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે અજીબોગરીબ કિસ્સો બન્યો છે. વાત એમ છે કે આ મહિલા (Womna)તેના ઘરમાં સુતી હતી ત્યારે કોઇ શખ્સ (Man) તેના રૂમમાં પહોંચી ગયો હતો અને બાથરૂમમાં કાચનો ટુકડો લઇને ઉભો હતો. દરમિયાન આ મહિલા જાગી જતા તેણે જોયું તો આ સખ્સે મારી નાખવાની ધમકી આપી તે એક વ્યક્તિને મારીને આવ્યો છે અને પોલીસથી તે બચવા માંગે છે તેમ કહી બે કલાક રોકાયો હતો. બાદમા ઘરમાં ફરીને તેને બહાર નીકળવું છે તેમ કહેતા ચપ્પાની (Knife)અણીએ મહિલાને લઇને તે કારમાં નીકળ્યો હતો. સમગ્ર બાબતને જોતા પોલીસે (Police) ફરિયાદ (Complain) તો નોંધી પણ મહિલાની સમગ્ર કહાનીથી પોલીસ શંકા રાખી તપાસ કરી રહી છે.

વસ્ત્રાપુરમાં આવેલી અમલતાસ સોસાયટીમાં 32 વર્ષીય યુવતી રહે છે અને ફેક્ટરી ધરાવી ધંધો કરે છે. તેના પતિ બહારગામ ગયા હોવાથી તેની સાસુ સાથે તેઓ એકલા હતા. રાત્રે સુતા હતા ત્યારે અચાનક બાથરૂમમાંથી અવાજ આવતા તેઓ જાગ્યા હતા. જઇને જોયુ તો એક શખ્સ ધારદાર કાચનો ટુકડો લઇને ઉભો હતો. મહિલાએ બુમાબુમ કરતા આ શખ્સે તેના મોઢે રૂમાલ બાંધી દઇ તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. અને કહ્યું કે તે  આગળ એકને મારીને આવ્યો છે, પોલીસથી બચવા માંગે છે અને ચાર વાગ્યા સુધી છુપાવા માંગે છે. બાદમાં તેણે ઘરમાં અવર જવર કરી ઘરમાં કોણ રહે છે ક્યાં રહે છે કોણ શું કરે છે જેવી માહિતી આ મહિલા પાસે માંગી હતી. અને બાદમાં તેનું પર્સ અને અન્ય સામાન ફેંદવા લાગ્યો હતો. પણ આ શખ્સ આ સમય દરમિયાન અવાર નવાર બારીની બહાર જોયા કરતો હતો.

આ પણ વાંચો : રાજકોટ : ડુંગળીના ભાવમાં શેરબજારની જેમ વધઘટ, મણે 200થી300 રૂપિયાનો વધારો

ચપ્પુની અણીએ 1.94 લાખની જ્વેલરી લૂંટી

બાદમાં શખ્સને પાણી પીવું હોવાથી તે રસોડામાં આ મહિલાને લઇ ગયો હતો ત્યાંથી ચપ્પુ લઇને ચપ્પાની અણીએ તેને ફરી બેડરૂમમાં લઇ ગયો અને ત્યાં 1.94 લાખની જ્વેલરી લઇ લીધી હતી. બાદમાં પોતાને બહાર મૂકી જવા કહી મહિલા સાથે કારમાં નીકળી ગયો હતો. મહિલા તેને ઉતારવા ગઇ તો તેને નિકોલ જવાનું કહ્યું હતું. પણ બાદમાં તે ગુરૂદ્વારા પાસે અંધારામાં ઉતરી ગયો અને ત્યાંથી પલાયન થઇ ગયો હતો. અને મહિલાને મોબાઇલ ફોન પણ પરત આપી દીધો હતો. સમગ્ર બાબતની જાણ મહિલાએ તેના ઘરમાં કરતા જ સવારે પરિવાર વસ્ત્રાપુર પોલીસસ્ટેશન પહોચ્યો હતો. પોલીસે આઇપીસી 458, 392, 342 મુજબ ગુનો નોંધી આ્ ઘટનાની હકીકત જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर