અનામત મળતી હોય તો હું ભાજપમાં જોડાવા તૈયાર: લલિત વસોયા

News18 Gujarati
Updated: April 8, 2018, 9:33 PM IST
અનામત મળતી હોય તો હું ભાજપમાં જોડાવા તૈયાર: લલિત વસોયા
I am,ready,join,BJP,reservation,Lalit Vasoya

I am,ready,join,BJP,reservation,Lalit Vasoya

  • Share this:
કોંગ્રેસના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી ભાજપના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયાનો વળતો જવાબ આપ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે, જો એનડીએમાં જોડાવાથી પાટીદાર સમાજને અનામત મળતી હોય તો હું ભાજપ સાથે જોડાવા તૈયાર છું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને દલિત નેતા રામદાસ આઠવલેએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં રામદાસ આઠવલેએ પ્રેસ કોન્ફરંસ યોજી પાટીદાર અનામત મામલે મોટું નિવેદન આપી હાર્દિક પટેલને ખુલ્લી ઓફર કરી હતી. રામદાસ આઠવલેએ હાર્દિક પટેલને ખુલ્લી ઓફર કરતા જણાવ્યું કે, હાર્દિક પટેલે પાટીદારને અનામત અપાવવી હોય તો, કોંગ્રેસનો સાથ છોડી NDAને સમર્થન આપે.

રામદાસ આઠવલેએ સુરત પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર અનામતનો મુદ્દો ઉંચકી એમ પણ કહ્યું કે, કેટલીક જાતીઓને આરક્ષણ આપવું જોઈએ. સારા કામ માટે સંસદમાં કાયદો પસાર કરવો જરૂરી છે. કાયદાથી જ બધાને આરક્ષણ મળવું જોઈએ. આઠવલેના આ નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
First published: April 8, 2018, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading