અમદાવાદ : 'મારા પતિના મેન્ટલ ટોર્ચરથી આત્મહત્યા કરું છું', લગ્ન સંબંધનો કરૂણ અંજામ

અમદાવાદ : 'મારા પતિના મેન્ટલ ટોર્ચરથી આત્મહત્યા કરું છું', લગ્ન સંબંધનો કરૂણ અંજામ
પ્રતિકાત્મક તસવીર

ચિરાગ પત્નીને વિચરતી જાતિની હોવાનું કહીને લગ્ન બાદ કોઈ પ્રસંગમાં લઈ જતો નહોતો કે ન તો ફરવા લઈ જતો હતો. દહેજ આપ્યું છતાં પણ પત્નીને ત્રાસ આપતો હોવાનો આરોપ

  • Share this:
અમદાવાદ: લગ્ન કર્યા (Marriage)બાદ પતિને (Husband) ચારેક લાખ રૂપિયા દહેજ (dowry) આપવા છતાંય વધુ રૂપિયાની માગણી કરી પત્નીને ત્રાસ (mental harassment) આપતા આપઘાત (Suicide)કર્યો હોવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. યુવતીની સ્યુસાઇડ નોટ આધારે રામોલ પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનું (Ahmadabad Police) કહેવું છે કે યુવતી વિચરતી જાતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને લગ્ન બાદ પતિ તેની પત્નીને ક્યાંય ફરવા પણ ન લઈ જતો અને કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. પતિના સતત ટોર્ચરિંગના કારણે યુવતીએ આપઘાત કરતા આ મામલે ગુનો નોંધાયો છે.

વડોદરામાં રહેતા આનંદ વસાવાએ રામોલ પોલીસસ્ટેશનમાં પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. તેમના મોટાબહેન અમૃતાબહેનના લગ્ન વર્ષ 2013માં ચિરાગ પંડયા નામના વ્યક્તિ સાથે થયા હતા. ચિરાગ પંડયા હાલ જિલ્લા પંચાયતમાં ડેટા એન્ટરીનું કોન્ટ્રાકટ પર કામ કરે છે. અમૃતબહેનના લગ્ન બાદ ચિરાગ ધોળકા ખાતે હેલ્થ ડિપાર્ટમેન્ટ માં નોકરી કરતો હોવાથી તે અપડાઉન કરતો હતો.આ પણ વાંચો :  Vikas Dubey Encounter: જ્યારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયું

બાદમાં અમદાવાદ નોકરી લાગતા તે ઓઢવ ખાતે મકાન રાખી રહેવા લાગ્યો હતો. લગ્ન બાદ દોઢેક વર્ષથી તે અમૃતા ને ફરવા ન લઈ જતો હતો આટલુ જ નહીં પણ અમૃતા વિચરતી જાતિનું હોવાનું કહી કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. કોઈ પણ બોલાચાલી થાય કે ક્યાંય જવાનું હોય તો ચિરાગ અમૃતાને પિયરમાં મૂકી જતો હતો.

અનેક વખત પિયરમાંથી કઈ લાવી નથી તેમ કહી ચિરાગ અમૃતાબહેનને માર પણ મારતો હતો. અનેક વખત અમૃતા બહેને પિયરમાં ફરિયાદ કરી હતી. એક વાર તો અમૃતા બહેનના પિતાએ ચાર લાખ પણ આપ્યા હતા. તેમ છતાંય છૂટાછેડા લેવાનું કહી ચિરાગ ત્રાસ આપતા અમૃતા બહેને કંટાળી ને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : 'તું મુજે તલાક દે, વરના તેરે કો ઔર તેરે પરિવાર કો ખતમ કર દુંગા', મહિલાને મળી લુખ્ખી ધમકી

પોલીસે તપાસ કરી તો અમૃતાબહેન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં "મારા પતિના મેન્ટલી ટોર્ચરથી આત્મહત્યા કરું છું" તેવું લખાણ લખ્યું હતું. બાદમાં રામોલ પોલીસે આ મામલે અમૃતાબહેન ના ભાઈ આનંદ વસાવા ની ચિરાગ સામે ફરિયાદ લઈ દુષપ્રેરણા નો ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:July 11, 2020, 07:20 am

ટૉપ ન્યૂઝ