અમદાવાદઃ પ્રહલાદનગરમાં રેસિડેન્ટ ટાવરમાં આગ, પતિ-પત્નીનાં મોત

News18 Gujarati
Updated: November 24, 2018, 10:48 AM IST
અમદાવાદઃ પ્રહલાદનગરમાં રેસિડેન્ટ ટાવરમાં આગ, પતિ-પત્નીનાં મોત
ઈશાન ટાવર

આગ લાગી હતી ત્યારે ઘરમાં ચાર લોકો હતા, ચારેયને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આગના બનાવને પગલે બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે  મોડી શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં એક રેસિડેન્ટ ટાવરમાં આગ લાગી હતી. આગને કારણે પતિ-પત્નીનાં મોત થયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે.

મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા ઈશાન ટાવરના એક ફ્લેટમાં આગ લાગી હતી. ઘરમાં લાગેલી આગ બાદ પાંચ લોકોને સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે લોકોનાં મોત થાય છે, જ્યારે ત્રણ લોકો સારવાર હેઠળ છે.

Achal Shah
પરિવાર સાથે અચલ શાહ


આ પણ વાંચોઃ વાયબ્રન્ટ 'મય' ગુજરાત: 19 હોટલોએ માંગી દારૂ પીરસવાની પરવાનગી
17 વર્ષની દીકરી અને માતાનો બચાવ

ઘરમાં આગ લાગી ત્યારે અચલ શાહ, તેમના પત્ની, માતા અને દીકરી ઘરમાં હતા. આગને કારણે અચલ શાહ અને તેમના પત્નીનું સારવાર દરમિયાન મોત થઈ ચુક્યું છે. જ્યારે તેમની 17 વર્ષની દીકરી અને માતાની હાલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.  તમામને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આગ ટાવરના છઠ્ઠા માળે આવેલા એક ઘરમાં લાગી હતી. આગ લાગી હતી ત્યારે ઘરમાં પાંચ લોકો હાજર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘર બંધ હોવાને કારણે ધુમાડો બહાર ન નીકળતા અમુક લોકો બેભાન થઈ ગયા હતા.
First published: November 24, 2018, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading