અમદાવાદ : ક્યારેક પોલીસ ચોપડે રમૂજ ઉત્પન્ન કરતા કિસ્સાઓ નોંધાતા હોય છે. શહેરમાં (Ahmedabad News) આવા બે બનાવો સામે આવ્યા છે. જેમાં સોલા વિસ્તારમાં રહેતી મહિલાને મુંબઈ પિયરમાં જવું હતું. પતિએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યારે બીજો બનાવ સરદારનગરમાં જોવા મળ્યો છે. જેમાં પત્ની બીમાર થતાં તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી તો પતિ ઉશ્કેરાયો અને લાકડાના બેટથી માર માર્યો છે.
સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઈકાલે બપોરના સમયે મહિલાને તાવ અને ચક્કર જેવું લાગતાં તે જી વોર્ડમાં ખાનગી દવાખાને દવા લેવા માટે ગઈ હતી. જ્યાં તેણે છ બાટલા ચઢાવ્યા હતા. બાદમાં મહિલા તેના ઘરે આવી ગઈ હતી. જ્યાં તેના પતિએ તેને કહ્યું હતું કે, તું કેમ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર કરાવવા માટે જાય છે. ત્યાં ખર્ચ વધારે થાય છે.
તેમ કહીને બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદમાં ગઈકાલે રાત્રે મહિલાએ તેના પતિને દવાખાને દવા લેવા માટે સાથે આવવા માટે કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો. તુ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવતી નથી, પ્રાઇવેટ દવાખાને જાય છે. તેમ કહીને બીભત્સ ગાળો બોલી ઘરની બહાર નીકળી ગયો હતો. બાદમાં રાત્રે એક વાગ્યાની આસપાસ ઘરે આવીને તું કેમ મારું કહેવું માનતી નથી કહીને બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતાં. જેથી મહિલાએ ઝઘડો કરવાની ના પાડતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના બેટથી તેને માર માર્યો હતો.
જે બાદ પતિએ પત્નીને ધમકી આપી હતી કે, જો તું તારી માતા ને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે અંગેની જાણ મહિલા એ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં ગઇકાલે મહિલાને બીભત્સ ગાળો બોલવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. કૃષ્ણ નગર વિસ્તારમાં પાડોશી યુવકે મહિલા સામે બીભત્સ ઈશારા કરીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા આ બાબતે યુવકને કહેવા જતા તે ઉશ્કેરાઇ ગયો અને મહિલાને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, આજે સાંજે તે ઘરે ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન પડોશમાં રહેતો યુવક તેની સામે જોઈને પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કરવા લાગ્યા હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર