ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભરણ પોષણ ન ચૂકવનારા પતિને 6 વર્ષની જેલ

News18 Gujarati
Updated: August 2, 2019, 9:17 PM IST
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભરણ પોષણ ન ચૂકવનારા પતિને 6 વર્ષની જેલ
ફાઇલ તસવીર

કોર્ટે કહ્યું કે પતિઓ દ્વારા પત્ની પર થયેલા અત્યાચાર બાદ પણ ભરણપોષણ ન કરે તેના માટે આ સજા યોગ્ય છે.

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ફેમિલી કોર્ટે ઘરેલું હિંસામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ફેમિલી કોર્ટે ઘરેલૂ હિંસાના કેસમાં આરોપી પતિને સખત સજા ફટકારી છે. પત્નીને રૂપિયા 2 લાખ કરતાં વધુ ભરણપોષણ ન આપતા કોર્ટે પતિને 6 વર્ષ અને 8 મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે કહ્યું કે પતિઓ દ્વારા પત્ની પર થયેલા અત્યાચાર બાદ પણ ભરણપોષણ ન કરે તેના માટે આ સજા યોગ્ય છે.

શું છે સમગ્ર મામલો ?

અરજદાર પત્ની બિનિતા જોસેફ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમના પતિ ક્લિમેન્ટ જોસેફે તેમને જુન 2016થી આજ દિવસ સુધી મહિને 2500 રૂપિયા પેટે ભરણપોષણ આપ્યું નથી જેનો સરવાળો કરવામાં આવે તો 80 મહિનામાં 2.86 લાખ રૂપિયાની રકમ નીકળે છે. આરોપી પતિ અને સંબંધીઓને અગાઉ કોર્ટ દ્વારા આ મુદે નોટીસ ફટકારાવામાં આવી હતી જોકે તેની વારંવાર બજવણી થવા દેવાતી ન હોવાથી કોર્ટે આકરી સજા ફટકારવો નિર્ણય કર્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ વડોદરાઃ Zomatoના ડિલિવરી બોયનો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે વખાણ

કોર્ટે ચુકાદા દરમ્યાન મહત્વનું અવલોકન કર્યુ હતું કે નોટીસ ઈશ્યું થયા બાદ પણ આરોપી પતિ કોર્ટમાં હજાર થયો નથી. અનેક વાર નોટીસ પાઠવામાં આવી છે તેમ છતાં તેની બજવણી થતી નથી અને આરોપી પતિ હાજર થતાં ન હોવાથી કોર્ટે માન્યું કે તે જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે. કોર્ટે પતિની ધરપકડ માટે શહેર પોલીસ કમિશનરને વોરન્ટ, ચુકાદાની કોપી અને અન્ય વિગતો આપવાનો આદેશ કર્યો હતો.

આ કેસનો આરોપી પતિ હાલ મૂળ અમદાવાદ શહેરમાં રહેતો હોવાથી કોર્ટે પોલીસ કમિશ્નરને આ મામલે વ્યકિતગત રસ લઈને પતિની ધરપકડ કરી તેને સેન્ટ્રલ જેલ મોકલવામો આદેશ કર્યો છે.અરજદારે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 125(3) મુજબ પતિ પાસેથી 26 જુન 2012 થી 31 ડિસેમ્બર 2015ના સુધીમાં 2500 રૂપિયા લેખે 42 મહિના 1,05,000 , વર્ષ 2016 - 17ના 3500 લેખે 84000, 1લી જાન્નાયુઆરી 2018 થી મે - 2018ના 5500 લેખે 33,000 અને 1 જુન 2018 થી 31મી જાન્યુઆરી 2019ના 8 હજાર રૂપિયા લેખે કુલ 64000 રૂપિયા, આમ કુલ 2.86 લાખ રૂપિયાની ભરણપોષણની રકમ મેળવવા માટે પત્ની દ્વારા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
First published: August 2, 2019, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading