અમદાવાદ: પતિ પત્ની (Husband wife ) વચ્ચે ઘર કંકાસનો એક કિસ્સો મહિલા પોલીસમાં (Ahmedabad Police station) સામે આવ્યો છે. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિએ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતાં આ મામલે ગોતા વિસ્તારની એક પરિણીતાએ મહિલા પોલીસનો સહારો લેવાની ફરજ પડી છે. લગ્ન જીવનમાં ચાલતી નાની મોટી તકરાર બાદ અચાનક પતિએ, 'તું મને છૂટાછેડા આપી દે હું બેચલર લાઈફ જીવવા માંગુ છું' કહેતા પતિ માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાનો સાથે સાસુ સસરા અને નણંદ પણ ત્રાસ આપવામાં સામેલ હોવાનો ઉલ્લેખ પત્નીએ આપેલી ફરિયાદ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહિલા પોલીસમાં ગોતા ઓગણજ વિસ્તારમાં રહેતી એક પીડિત પત્નીએ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આપેલી ફરિયાદ જણાવવામાં આવ્યું છે કે સમાજના રીતરિવાજ મુજબ ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન જીવન સામાન્ય ચાલતું હતું. એક વાર પતિ પોતાના ઓફિસના સ્ટાફ સાથે કેદારનાથ ઉત્તરાખંડ ફરવા ગયા હતા. ત્યારબાદ પતિના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું. ત્યારથી પતિએ મારી સાથે ઝઘડો અને તકરાર શરૂ કરી દીધા હતા. પતિએ કહ્યું કે તું મને છૂટાછેડા આપી દે હું બેચલર લાઈફ જીવવા માંગુ છું. આમ કહી મને માનસીક ત્રાસ આપતા હતો.
જેથી પરિણીતા 13 ઓક્ટોબર 2021માં સાસુ સસરાએ પણ આ તારું ઘર નથીતે તારા ઘરે જતી રહે તારા માંબાપ અહિયાં ન આવવા જોઈએ કહી ઝઘડો કરતા તે પિયર જતી રહી હતી. બાદમાં ફરી જ્યારે સાસરીમાં ગઈ ત્યારે પતિએ મારો સરસામાન ફેંકી દઇ ઝઘડો કર્યો હતો. જેના કારણે મહિલા હેલ્પ લાઈન 181નો સહારો લેવાની ફરજ પડી હતી. પતિએ સમાધાન નહિ કરતા ફરી પિયર જતી રહી હતી. મારા પતિએ તેમના સબંધીઓ દ્રારા છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યુ હતી. જોકે મારો ઘર - સંસાર બગાડવો ન હોય જેથી ચાર માસ બાદ હું મારી સાસરીમા ગઇ હતી.
તેમ છતાં પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ગંદી ગાળો બોલવાનું ચાલુ રાખતા અને પતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પત્નિએ આ તમામ વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ અમદાવાદ મહિલા પોલીસએ પતિ, સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.