અમદાવાદઃ નજીવી બાબતે ઝઘડો થતાં પતિએ પત્ની ઉપર ફેંક્યું એસિડ

News18 Gujarati
Updated: April 27, 2019, 6:27 PM IST
અમદાવાદઃ નજીવી બાબતે ઝઘડો થતાં પતિએ પત્ની ઉપર ફેંક્યું એસિડ
ઘટના સ્થળની તસવીર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા પિયરે પત્ની આવી હતી. તેમના વચ્ચે આજે શનિવારે આ દંપતી વચ્ચે કોઇ કારણ સર ઝઘડો થયો હતો.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ એક તરફા પ્રેમમાં પાગલ પ્રેમીઓ પોતાની પ્રમિકા ઉપર એસિડ હુમલો કરે એવી ઘટનાઓ અનેકવાર બની છે. પરંતુ અમદાવાદમાં એક પતિએ પત્ની ઉપર એસિડ ફેંક્યાની ઘટના બની છે. એસિડ ફેંકીને પતિ ઘરમાંથી ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા પિયરે પત્ની આવી હતી. તેમના વચ્ચે આજે શનિવારે આ દંપતી વચ્ચે કોઇ કારણ સર ઝઘડો થયો હતો. જોકે, ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ ઉચ્છકેરાઇ જઇને ઘરમાં રહેલી એસિડની બોટલમાંથી એસિડ પોતાની પત્ની ઉપર ફેંક્યું હતું. અને ગભરાયેલો પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

એસિડ પડવાથી પત્ની ગંભીર રીતે ઘાયલ થઇ હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપી મૂળ અમરેલીનો રહેવાસી છે. બંને વચ્ચે કંઇ બાબતે ઝઘડો યો હતો એ હજી જાણી શકાયું નથી.
First published: April 27, 2019, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading