અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ


Updated: October 24, 2020, 4:48 PM IST
અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ
આરોપી પતિની તસવીર

ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિ એકલો રહેવા લાગ્યો હતો. એક દિવસ તે પત્ની પાસે માફી માંગવા ગયો હતો પરંતુ ત્યાં બબાલ થઈ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં એક એવો બનાવ બન્યો જેમાં યુવકે તેના જ પરિવાર પર એસિડ એટેક (Acid attack) કર્યો હતો. પતિ કમાવવા ન જતા પત્નીએ કાઢી મુક્યો હતો અને બાદમાં આરોપી એકલો રહેવા લાગ્યો હતો. એક દિવસ પતિ આવેશમાં આવી ગયો અને માફી માંગવા પત્ની (husband-wfie) પાસે ગયો પણ પત્નીએ માફ ન કરતા બાદમાં આ પતિએ સુતેલા પરિવારજનો ઉપર એસિડ એટેક કર્યો હતો. જેમાં પુત્રને એસિડની અસર થઈ ગઈ હતી.

નોકરી ધંધો ન કરતા પત્નીએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો
બાપુનગર પોલીસે વિનોદ ચીખ નામના આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી સામે બાપુનગર પોલીસસ્ટેશનમાં તેની જ પત્નીએ ફરિયાદ નોંધાવી છે. વિનોદના લગ્ન 24 વર્ષ પહેલા થયા હતા. જોકે બાદમાં સંતાનોનો જન્મ થતા તે નોકરી ધંધો કરતો ન હતો. જેથી પત્ની અવાર નવાર નોકરી કરવાનું કહેતી પણ વિનોદ તે વાત ન માનતા તેને પત્નીએ કાઢી મુક્યો હતો.

ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિ પત્નીની માફી માંગવા ગયો હતો
વિનોદ અન્ય જગ્યાએ એકલો રહેવા લાગ્યો હતો. પણ એક દિવસ તે માફી માંગવા પત્ની પાસે ગયો ત્યાં બબાલ થઈ અને વિનોદ પરત ફર્યો હતો. જોકે, પત્નીએ તેને માફ ન કરતા તે ગુસ્સે ભરાયો હતો.

આ પણ વાંચોઃ-Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનૌના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધપત્ની અને બાળકો ઉપર બારીમાંથી ફેંક્યું એસિડ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘરમાંથી કાઢી મૂક્યા બાદ થોડા દિવસ વિનોદ એકલો રહેતો હતો. જોકે, એક દિવસ પત્નીની માફી માંગવા છતાં પત્નીએ માફ ન કરતા તેને ગુસ્સો આવી ગયો હતો. જેના પગલે વિનોદે પત્ની અને બાળકો સુતા હતા ત્યારે ત્યાં જઈને મકાનની બારીમાંથી એસિડ ફેંક્યું હતું.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ

આ પણ વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

એસિડના કારણે પુત્રને થઈ આંખમાં ઈજા
સુતા પત્ની અને બાળકો ઉપર એસિડ ફેંકાતા વિનાદના પુત્રને એસિડની અસર થઈ હતી. પુત્રને આંખ અને અન્ય જગ્યાએ બળતરા થતા તાત્કાલિક સારવાર અર્થે પુત્રને ખસેડયો અને બીજીતરફ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વિનોદની ધરપકડ કરી છે.પત્નીએ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યા હોવાના પતિનો આક્ષેપ
આરોપીની પૂછપરછ કરતા પોલીસને એવું જાણવા મળ્યું કે તેની પત્નીએ તેને કાઢી મૂકી અન્ય પુરુષ સાથે સબંધ બાંધ્યા હતા. જોકે આ વાત હકીકત છે કે આરોપી તેના બચાવ માં આ વાત જણાવી રહ્યો છે તે બાબતે પણ પોલીસ ખરાઈ કરશે.
Published by: ankit patel
First published: October 24, 2020, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading