ઘોરકળિયુગ! પત્નીને પગમાં ખોડ રહી જતા પતિએ અબોલા કરી નાખ્યા


Updated: December 14, 2019, 10:57 AM IST
ઘોરકળિયુગ! પત્નીને પગમાં ખોડ રહી જતા પતિએ અબોલા કરી નાખ્યા
પ્રતિકાત્મક તસવીર

પરીણિતા થોડા સમય પહેલા પડી જતા તેને પગમાં ઇજાઓ પહોંચી હતી સાસરિયાઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

  • Share this:
અમદાવાદઃ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે તે થોડા સમય પહેલા પડી ગઇ હોવાથી તેને પગમાં વાગ્યું હતું અને બાદમાં તેને પગમાં ખોડ રહી જતા તેના પતિએ અબોલા કરી દીધા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

નરોડા નિકોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં માતા સાથે હેતી 27 વર્ષીય યુવતીના ધોળકા  વર્ષ 2014માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા પરિણીતા સીડી પરછથી પડી ગઇ હોવાથી તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ તેને પગમાંખોડ રહી ગઇ હતી. જેથી તેનો પતિ આરામ કરવા માટે પિયરમાં મૂકી ગયો હતો. પણ બાદમાં ખોડ થઇ ગઇ હોવાથી તેને સાથે બોલતો ન હતો.

આ પણ વાંચો : અમદાવાદ : મિત્રોને બહેનના લગ્નની દારૂ પાર્ટી આપી, પોલીસના દરોડામાં 14 લોકો ઝડપાયા

બાદમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના લોકોએ તેને મહેણા મારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન જીવન ન ભાંગે તે માટે પરિણીતા આ ત્રાસ સહન કરતી ગઇ. પણ આખરે સાસરિયાઓએ ત્રાસ ગુજારવાની સાથે સાથે દહેજની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ કંટાળીને પોલીસને અરજી આપી હતી.કૃષ્ણનગર પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીઓ સામે આઇપીસી 498-ક, 294 ખ, 506(1), 323, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर