અમદાવાદ : 'પ્રેગ્નન્સી બાદ ડિલિવરી વખતે જ પતિ ભાગ્યો, ક્યાં છે એ હજુ કહેતો નથી,' પત્નીએ કરી પોલીસ ફરિયાદ


Updated: June 6, 2020, 7:48 AM IST
અમદાવાદ : 'પ્રેગ્નન્સી બાદ ડિલિવરી વખતે જ પતિ ભાગ્યો, ક્યાં છે એ હજુ કહેતો નથી,' પત્નીએ કરી પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

પતિને દેવું થઈ જતા દોઢેક લાખ રૂપિયા આ યુવતીએ તેના પતિને આપીને મદદ કરી હતી. પણ તેમ છતાંય પતિ તેને માર મારતા તેના ભાઈઓ તેને તેડી ગયા હતા

  • Share this:
અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસસ્ટેશનમાં એક મહિલા આવી પહોંચી. આ મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તેને તેના સાસરિયાઓ અને તેમાંય ખાસ પતિનો ત્રાસ છે. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આ યુવતીએ કહ્યું કે, તેનો પતિ ભાગી ગયો હતો. તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે જ તેનો પતિ ભાગી ગયો હતો અને દસેક મહિના સુધી તે ક્યાં રહે છે તે જણાવતો નથી અને યુવતીને પીયરમાં રહેવું પડે છે. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના વેજલપુર ગામમાં એક 30 વર્ષીય યુવતી હાલ તેના પિયરમાં રહે છે. વર્ષ 2013 માં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી સિન્ધુભવન ખાતે રહેતી અને તેનો પતિ રિક્ષા ચલાવતો હતો. લગ્ન બાદ સાસુ સાથે ઝગડા થતા યુવતી તેના પતિને લઈને તેની બહેનના થલતેજ ખાતેના ઘરે રહેવા જતી રહી હતી.

આ પણ વાંચો  :  કોરોના વાયરસ : રાજ્યમાં નવા 510 કેસ નોંધાયા, 24 કલાકમાં 35 દર્દીના મોત

પતિને દેવું થઈ જતા દોઢેક લાખ રૂપિયા આ યુવતીએ તેના પતિને આપીને મદદ કરી હતી. પણ તેમ છતાંય પતિ તેને માર મારતા તેના ભાઈઓ તેને તેડી ગયા હતા. બાદમાં સમાધાન થતા આ યુવતી સાસરિયાઓ સાથે મહમદપુરા રહેવા આવી હતી. પતિ કોઈ સાથે વાત કરતા યુવતી તે બાબતે પૂછયા કરતી હતી પણ પતિને એમ કે તે શંકા રાખે છે. જેથી તેને માર મારતો અને ફરી તેના ઘરમાં ઝગડા થતા પતિ સાથે જોધપુર રહેવા આવી ગઈ હતી.

ત્યાં તેને ગર્ભ રહેતા ડિલિવરી માટે હોસ્પિટલ માં દાખલ કરી હતી. જ્યાં તેનો પતિ તેને મૂકીને જતો રહ્યો હતો. જે અંગે આનંદનગર પોલીસસ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ યુવકના માતાએ આપી હતી.

આ પણ વાંચો  :   રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, જાણો- પુસ્તક ક્યારે મળશે? કેવી રીતે ભણાવાશે? તમામ માહિતીબાદમાં યુવતી પિયર જતી રહી હતી. દસેક મહિના સુધી પતિ તેડવા ન આવ્યો અને ફોન પર પત્ની પૂછતી જ રહી હતી કે તેનો પતિ ક્યાં રહે છે. પણ પતિએ આ વાતનો જવાબ ન આપ્યો અને તેને છૂટી કરી દેવી છે તેવી ધમકી આપતા આખરે મહિલાએ સાસુ અને પતિ સામે વેજલપુર પોલીસસ્ટેશનમાં આઇપીસી 498A,323,114 મુજબ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 
First published: June 6, 2020, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading