Home /News /madhya-gujarat /

અમદાવાદ: સુખી-સંપન્ન બિઝનેસમેન પતિએ પત્નીને સ્વેપિંગ માટે કર્યું દબાણ, 'પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ'

અમદાવાદ: સુખી-સંપન્ન બિઝનેસમેન પતિએ પત્નીને સ્વેપિંગ માટે કર્યું દબાણ, 'પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ'

પ્રતિકાત્મક તસવીર

પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ ચાલુ રાખી ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારના એક સાધનસંપન્ન પરિવારમાં પતિના અન્ય પરસ્ત્રી સાથેના સંબંધની પત્નીને જાણ થતા પતિએ તેને વાઈફ સ્વેપિંગ માટે દબાણ કર્યું હોવાનું કિસ્સો સામે આવ્યો છે. જેનો પત્નીએ ઇનકાર કરતાં તેને હેરાન કરવાનું શરૂ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે..પરણિત મહિલાએ કરેલા આક્ષેપોની પોલીસે તપાસ શરૂ કરી છે.

એસજી હાઇવે પર વાયએમસી ક્લબ પાસેના એક બંગલોમાં રહેતી પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન 2004માં થયા હતા, અને અગિયાર વર્ષનો દીકરો છે. ત્રણ વર્ષ પહેલાં પરણિતાને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ થતાં પતિએ પત્ની પર વાઈફ સ્વેપીંગનું દબાણ શરૂ કર્યું હતું.

પત્નીએ વિરોધ કરતા પતિ તેને ચારિત્ર્યહીન કહી માનસિક ત્રાસ આપતો હતો. જે બાદ પરણિતાએ તેના ભાઈને જાણ કરતાં તેણે પતિને સમજાવતા થોડો સમય મામલો થાળે પડ્યો હતો, પણ પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ ચાલુ રાખી ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી

પરણિત મહિલાએ બિઝનેસમેન પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, અને આક્ષેપ કર્યો છે કે, ગત ઓક્ટોબરમાં પરણીતા જે રૂમમાં રહેતી હતી એ રૂમમાંથી તેના પતિ અને સાસુ-સસરા બંને લોબીમાં કાઢી મુકી રૂમને તાળું મારી દીધું હતું અને સામાન પણ આપ્યો ન હતો. આથી તેણે પોલીસને બોલાવી સામાન લીધો હતો બાદમાં દીકરાના રૂમમાં બંને રહેવા લાગ્યા હતા. જોકે લોકરમાં પડેલા દાગીના પણ પરણીતા બેકમાં અરજી આપીને સીલ કરાવી દીધું છે.

પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે. તેણે જ્યાં સુધી છુટાછેડા ના આપે ત્યાં સુધી દીકરો નહીં મળે તેવી પતિએ ધમકી પણ આપી હતી. જે મામલે બંને પરિવારે ભેગા થયા હતા અને સમાધાન કરી લખાણ કર્યું હતું કે, હવે પતિ પત્ની બધું ભૂલી જશે અને ઝઘડો નહિ કરે પરંતુ સ્થિતિ ન સુધરતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Husband wife fight, Police complaint

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन