Home /News /madhya-gujarat /

પતિ તેની પત્નીને ઘરમાં પણ બુરખો પહેરાવતો, કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

પતિ તેની પત્નીને ઘરમાં પણ બુરખો પહેરાવતો, કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં પણ પતિએ પત્નીને લગ્નનાં એક જ વર્ષમાં ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.

    અમદાવાદ: આપણે સ્ત્રીસશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ શું તે આપણાં લોકોની પરિવારની મહિલાઓ પર પણ લાગુ પાડીએ છીએ? રાજ્યમાં અવારનવાર મહિલા, બાળકીઓ, કિશોરીઓ પર અનેક અત્યાચારનાં સમાચાર સામે આવે છે. અમદાવાદમાં પણ પતિએ પત્નીને લગ્નનાં એક જ વર્ષમાં ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં જુહાપુરામાં રહેતી 36 વયની મહિલાના લગ્ન એક વર્ષ પહેલા વેજલપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. પરિણીતાને તેના પતિએ ઘરની બહાર ન જવા દબાણ કર્યું.

    આ પણ વાંચો: રિપોર્ટ: દેશના મુખ્ય 4 રાજ્યોમાં સ્ત્રીઓની મારપીટ વ્યાજબી સમજે છે પુરુષો

    તે ઉપરાંત ઘરમાં પણ બુરખો પહેરી રાખવાનું કહીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય પણ કર્યાની ફરિયાદ મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

    આ પણ વાંચો: ભારત ન્યૂઝિલેન્ડની T20માં મહિલાએ પોસ્ટર બતાવી પૂછ્યું, 'પંડ્યા આજ કર કે આયા ક્યા?'

    આ મહિલા ભાગીદારીમાં ઘંઘો કરતી હતી. તે ઘંઘો પણ પતિએ બંધ કરાવી દીધો અને ભાગીદારોને પણ છૂટા કરાવી દીધાં. જેનાથી મહિલાને 3 લાખ રૂપિયા મળ્યાં હતાં. આ પૈસા પણ તેણે લઇ લીધા અને હવે તે પરત આપવાની પણ ના પાડે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Abused, Domestic violence, અમદાવાદ, ગુજરાત, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन