ન્યૂઝ18ગુજરાતીઃ બીમાર પત્નીનું ગળું દબાવીને હત્યા કરાર પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સેક્ટર-4 બીમાં રહેતી એક મહિલાની હત્યા કરનાર પતિને અત્રેની કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદનીસજા ફટકારી છે. પત્નીની બિમારીથી કંટાળી પતિએ તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ કેસ ગાંધીનગરની સેસન્શ કોર્ટમાંચાલી ગાયો હતો. સમગ્ર ઘટનાએ જે તે સમયે ચકચાર મચાવી હતી. સજા પામેલ શખસ વિધાનસભામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. બનાવ નવ માસ પૂર્વે જ બન્યો હતો.
સાંપ્રત સમાજને હચમચાવી નાખનાર કેસની મળતી વિગતો મુજબ સેક્ટર-4 બીમાં રહેતા રૂપાબે પટેલનું તેમના ઘરમાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર પ્રમોદ પટેલ પોતાના જ પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી. રૂપાબેનની હત્યા થઇ ત્યારે તેઓ બિમાર હતા. ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે તેઓ શારીરિક અને માનસિક બિમારીથી પિડાતા હતા. જેના કારણે તેઓને અડોસીપડોસી તેમજ ખુદ તેમના પતિ ધીરૂભાઇ ભાવશીભાઇ પટેલ સાથે વારંવાર ઝઘડો થતો હતો.
બનાવ ગત તા.12 જૂન 2018ના રોજ બન્યો હતો. રાત્રે રૂપાબેન અને તેમના પતિ ધીરૂભાઇ રૂમમાં સુતા હતા. ત્યારે રાત્રે એક કલાકે ધીરૂભાઈ જાગ્યા હતા. તેઓએ પોતાના પત્ની રૂપાબેનનું ઉંઘમાં જ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ સવારે પુત્ર પ્રમોદને થઇ હતી. રૂમમાં દંપતી એકલું જ રહેતુ હોવાના કારણે હત્યા પતિ ધીરૂભાઈએ કરી હોવાની શંકા હતા. આ મામલે પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
રૂપાબેનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તેઓની ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. આ મામલે રૂપાબેનના દિકાર પ્રમોદે પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધીરુભાઈની ધરપકડ કરી તેમની સામ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. આ કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.
ન્યાયાધીશ આઇ.જે. વોરાએ બંને પક્ષના વકિલોની દલીલ સાંભળી હતી. કોર્ટ ફરિયાદીની પુત્રની પણ જુબાની લીધી હતી. ઘટના સમયે રૂમમાં માત્ર દંપતી જ હાજર હોવાનું જણાવ્યું હતું. બિમારીથી કંટાળીને ધીરૂભાઇએ જ તેમની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર