અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર
પતિ પત્નીની તસવીર

3 બાળકીઓ પડોશમાં રમવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપી મિતેષને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને ગળા પર છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. પતિ-પત્ની વચ્ચેના (husband-wife fight) ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ (husband killed wife) ઉતારી દીધી છે. જો કે પત્નીના મૃત્યુ અને પતિના જેલ (jail) જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. જોકે પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.સંસ્કૃત રેસીડેન્સી બી બ્લોકમાં મકાન નબર 105માં રહેતા મિતેષ ભાનું આજે બપોર એ તેમની પત્ની અને માતા પિતા ઘરે હાજર હતા. જ્યારે ત્રણ બાળકીઓ પડોશમાં રમવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપી મિતેષને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

બાદમાં બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને ગળા પર છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. જો કે મિતેષના પિતાને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી. અને આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો હતો.પોલીસ નું કહેવું છે કે આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમય થી ઝઘડા ચાલી રહ્યા હતા. અને તેને લઇને મૃતક તેમના પિયર પણ જતા રહ્યા હતા. જો કે પંદર દિવસ પહેલા આરોપી તેને અહી લઈ આવ્યો હતો. પરંતુ ઘરકાંકસ બંધ ના થતા અંતે તેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:April 04, 2021, 17:31 pm

ટૉપ ન્યૂઝ