અમદાવાદ : મિત્ર સાથે પત્નીનો પ્રેમ સંબંધ પકડાઈ જતા પતિએ કર્યો આપઘાત, પેન ડ્રાઇવ અને ફોનમાંથી ખુલ્યું રહસ્ય


Updated: September 23, 2020, 5:03 PM IST
અમદાવાદ : મિત્ર સાથે પત્નીનો પ્રેમ સંબંધ પકડાઈ જતા પતિએ કર્યો આપઘાત, પેન ડ્રાઇવ અને ફોનમાંથી ખુલ્યું રહસ્ય
પતિએ પરિવારને આપેલામોબાઇલ ફોનના કારણે સમગ્ર કેસનો ભાંડો ફૂટ્યો

પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ કરતા પત્નીએ કહ્યુ કે 'મારે કોઈ સંબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી', પોલીસે પરિવારની અરજીના આધારે આરોપી પ્રેમી ઝબ્બે

  • Share this:
અમદાવાદ: શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમા પત્નીના (Love affair of wife) પ્રેમ સંબંધની જાણ થતા જ પતિએ (Husband committed Suicide) આપઘાત કરી લીધો. 13 દિવસ પહેલાં જ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પોલીસે (Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, મરતા પહેલાં યુવકે બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા પત્નીને પાડોશી યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું (Recordings in pen drive and Mobile) રેકોર્ડિંગ બહાર આવ્યું હતું. જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે(Ahmedabad Police) તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે  શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગૌરીબહેન દેવજીભાઇ મારૂ તેમના બે સંતાન દિપક અને ભરત સાથે રહેતા હતા. ભરતના આઠેક વર્ષ પહેલા દક્ષા સાથે લગ્ન થયા બાદ દક્ષા પણ તેમની સાથે રહેવા લાગી હતી. અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.

આ પણ વાંચો :   સુરત : ભાડુઆત-મકાન માલિક મહિલાનો પ્રેમ-દગો અને વાયરલ તસવીરોનો કિસ્સો, યુવકની ધરપકડ

7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહી. બાજુની રૂમમાં જોતા ભરતે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ મામલે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પત્ની સાથેની મૃતક પતિની સુખના એ દિવસોની તસવીર જ્યારે તેમનો માળો ખીલેલો હતો.


આ પણ વાંચો :  સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદબીજી તરફ ભરતે આપેલ પેન ડ્રાઇવ અને મોબાઇલ ફોન લઇ ચેક કર્યું હતું. જેમાં એક રેકોર્ડિંગ મળ્યું હતું. જેમાં પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો. મૃતક અને તેની પત્નીનો પ્રેમી બંને મિત્રો જ હતા. જેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ભરતની માતાએ પુત્રવધૂ દક્ષા અને તેના પ્રેમી જીગ્નેશ સામે દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી મૃતકની પત્નીના પ્રેમીની અટકાયત કરી છે.

આ પણ વાંચો :   સુરત : પૂર્વ પ્રેમીનું કારસ્તાન, સગીરાની તસવીરો અને VIDEOS ફેક આઇડી બનાવી ઇન્સ્ટા પર અપલોડ કરી દીધા

મૃતકના પરિવારજનો નું કહેવું છે કે દક્ષા રીસાઇને અઢી મહિના પહેલાં પિયર જતી રહી હતી અને ભરત સાથે વાત પણ કરતી ન હતી. ભરતના મોત બાદ તેની પત્નીને ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અતિમ વિધીમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધો હતો.
Published by: Jay Mishra
First published: September 23, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading