અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની પિયર ગઈ અને પતિને રેસ્ટોરન્ટમાં જમવા જવું ભારે પડ્યું

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની પિયર ગઈ અને પતિને રેસ્ટોરન્ટમાં જમવા જવું ભારે પડ્યું
પ્રતિકાત્મક તસવીર

આશિષ આદિત્યની પત્ની પિયર ગઈ હોવાથી તેઓ ત્રીજી ફેબ્રુઆરીએ બપોરે જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા.

  • Share this:
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ (thief) જાણે કે આતંક મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે શહેરના ચાંદખેડા (theft in chandkheda) વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.

જગતપુર વિસ્તારમાં રહેતા આશિષ આદિત્યએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ જગતગુરુ રોડ પર આવેલ ગણેશ ગ્લોરી કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવે છે. તેમની પત્ની પિયર ગઈ હોવાથી તેઓ ત્રીજી ફેબ્રુઆરીએ બપોરે જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા.બપોરે બે વાગ્યાની આસપાસ તેઓ જમીને પરત આવતા તાળુ ખોલવા માટે ચાવી નાખતા જ દરવાજો ખુલી ગયો હતો અને જોયું તો દરવાજા પાછળની લાકડાની ફ્રેમ તૂટેલી હાલતમાં હતી.

આ પણ વાંચોઃ-

જેથી તેઓએ બેડરૂમમાં જઈને જોયું તો તીજોરી તુટેલી હાલતમાં હતી અને લોકર તૂટેલી હાલતમાં હતું. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લોકરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 20 હજાર રોકડા ગાયબ હતા.

આ પણ વાંચોઃ-

આમ કોઈ અજાણ્યો ઇસમ દરવાજા ની ફ્રેમ તોડીને તેમના ઘર માં પ્રવેશ કરી તિજોરી માંથી રૂપિયા 98 હજારના દાગીના તેમજ 20 હજાર રૂપિયા રોકડા ની ચોરી કરતા તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.જોકે આ ઉપરાંત અન્ય એક બનાવ ની વાત કરીએ તો શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ આંગણવાડીના દરવાજાનું લોક તોડીને રસોડાના પ્લેટફોર્મ બીજે થી ગેસ સિલિન્ડરની ચોરીનો બનાવો પણ સામે આવ્યો છે.
Published by:ankit patel
First published:February 06, 2021, 22:37 pm

ટૉપ ન્યૂઝ