અમદાવાદ : ત્રણ'તલાક' બોલીને પત્નીને આપ્યાં છૂટાછેડા, ગુનો નોંધાયો

News18 Gujarati
Updated: August 28, 2019, 3:54 PM IST
અમદાવાદ : ત્રણ'તલાક' બોલીને પત્નીને આપ્યાં છૂટાછેડા, ગુનો નોંધાયો
પીડિત મહિલા

પતિએ પત્નીને ઘરે પરત લાવવા પિયરમાંથી રૂપિયાની માંગ કરી હતી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ અમદાવાદમાં જુહાપુરાની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક તેમજ ત્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીને ઘરે પરત લાવવા પિયરમાંથી રૂપિયાની માંગ કરી હતી. જેમાં પીડિતાએ ના પાડતા પતિએ ત્રણ વાર તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા.

સોહેલ પત્ની પાસે રુપિયા માંગતો

આ મામલે મળતી માહિતી પ્રમાણે જુહાપુરામાં રહેતી યુવતીના વર્ષ 2018માં દરિયાપુરમાં રહેતા સોહેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બે માસ સુધી પતિ અને સાસરિયાઓએ સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ સાસુ અને સસરાએ નાની વાતમાં બોલાચાલી શરૂ કરી હતી. નવો ધંધો શરૂ કરવા સોહેલ પત્નીને પિયરમાંથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જેથી તેના પિતાએ બે લાખ રૂપિયા આપ્યા હતા. ભાઈઓને ઘરે જતી ત્યારે શંકા કરી તારે કોઈ સાથે અફેર છે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો.

આ પણ વાંચો : એ પાંચ મહિલા જેણે ત્રણ તલાક વિરુદ્ધ સૌથી મોટી જંગ લડી

પિયરમાં આવીને ત્રણવાર તલાક બોલીને ગયો

રમઝાન મહિનામાં મહિલા બીમાર પડી હતી ત્યારે દવા ન કરાવતા તેના પિયર જતી રહી હતી. 19 ઓગસ્ટના રોજ સોહેલે આવીને કહ્યું હતું કે ઘરે આવવું હોય તો તારા પિતા પાસેથી એક લાખ રૂપિયા લઈ આવજે. જે માટે ના પાડતા સોહેલે કહ્યું કે હવે મારે તારી જરૂર નથી. કહી ત્રણ વાર તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી જતો રહ્યો હતો. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर