અમદાવાદ : પતિની પ્રેમિકાને સમજાવવા ગઈ ગર્ભવતી મહિલા, પતિ અને પ્રેમિકાએ ભેગા થઈ મારમાર્યો

અમદાવાદ : પતિની પ્રેમિકાને સમજાવવા ગઈ ગર્ભવતી મહિલા, પતિ અને પ્રેમિકાએ ભેગા થઈ મારમાર્યો
પ્રતિકાત્મક તસવીર

પતિની પ્રેમિકાને સમજાવવા જતા મહિલાને થયો કડવો અનુભવ, પતિ અને પ્રેમિકા સામે નોંધાવી ફરિયાદ

  • Share this:
અમદાવાદ: શહેરના બહેરામપુરામાં રહેતી એક મહિલાએ તેના પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની જાણ થતા યુવતીને સમજાવવા ગઈ હતી. ત્યારે યુવતીએ પતિને સાચવીને રાખવાનું કહી ધમકીઓ આપી અને માર પણ માર્યો હતો. આટલું જ નહીં પતિએ પણ પ્રેમિકાનો પક્ષ લઈને છરીના ઘા પત્નીને આંગળી માં મારી દેતા પત્નીને સારવાર અર્થે ખસેડી હતી. આ મામલે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના બહેરામપુરા માં રહેતી ૩૨ વર્ષીય યુવતી તેના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. તેના પ્રથમ લગ્ન વર્ષ 2018 માં થયા હતા. પરંતુ તેના પતિનું આકસ્મિક મૃત્યુ થતા હાલના પતિ સાથે તેના લગ્ન થયા હતા. બીજા લગ્ન પણ વર્ષ 2018 માં જ સમાજના રીતરિવાજ મુજબ કોર્ટ રાહે કર્યા હતા. હાલ આ ૩૨ વર્ષીય યુવતી ગર્ભવતી છે. તેને લગ્ન બાદ થોડા જ દિવસમાં જાણ થઈ હતી કે તેના પતિને તેમના ઘર પાસેની ગલીમાં રહેતી શાહીના નામની યુવતી સાથે આડા સંબંધ છે.અમદાવાદ: દાખલો ન આવડતા વિદ્યાર્થી ગયો ટીચરના ઘરે, પરત ઘરે આવતા પહેલા લૂંટાઈ ગયો

જેથી ગઈકાલે સાંજના સમયે આ શાહીના નામની યુવતીને તેના ઘરે મહિલા સમજાવવા ગઈ હતી. ત્યારે આ મહિલાએ શાહીનાને જણાવ્યું કે તું મારા પતિ સાથે કેમ સંબંધ રાખે છે? આટલું જ કહેતા આ શાહીના આવેશમાં આવી ગઈ હતી અને મહિલા ને ગાળો બોલી કહ્યું કે તું તારા પતિને સંભાળી ને રાખજે. બાદમાં મહિલાએ શાહીનાને ગાળો ન બોલવા નું કહેતા તેને ધક્કો મારતા આ ગર્ભવતી મહિલા નીચે પડી ગઈ હતી.

અમદાવાદ: આ શોખિન સરકારી બાબુ પાસેથી મળી અધધધ... 8.4 કરોડની મિલકત

બાદમાં સાહીનાએ તેને માર પણ માર્યો હતો. આ દરમ્યાન મહિલાનો પતિ આવી જતાં તેણે તેની પ્રેમિકા નો પક્ષ લઇ કહ્યું કે તું શાહીના ના ઘરે કેમ આવે છે તેમ જણાવી છરી કાઢી તેની આંગળી ઉપર ઘા માર્યો હતો. જેથી આ મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસે મહિલાના પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ આપતા દાણીલીમડા પોલીસે તે મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:November 04, 2020, 01:43 am

ટૉપ ન્યૂઝ