Home /News /madhya-gujarat /

અમદાવાદઃ આ પતિ-પત્ની પવિત્ર પ્રેમના પ્રતિક, પત્નીનો જીવ બચાવવા આપી દીધી કિડની

અમદાવાદઃ આ પતિ-પત્ની પવિત્ર પ્રેમના પ્રતિક, પત્નીનો જીવ બચાવવા આપી દીધી કિડની

પ્રેમના પ્રતિક સમાન પતિ પત્ની

Ahmedabad Positive story: અમદાવાદમાં રહેતા વિનોદભાઈએ પત્ની રીટાબેનને પોતાની કિડની આપી છે. સાંભળીને નાવાઈ લાગે પણ હા પતિએ પત્નીને કિડનીની (kidney donate) વેલેન્ટાઇન ગિફ્ટ આપી છે.

અમદાવાદઃ અત્યાર સુધી વેલેન્ટાઇન (valentine) માટે ઘણા બધા વાયરલ વીડિયો (viral video) અને મીમ્સ જોયા હશે જેમાં પ્રેમી અથવા પ્રેમિકા પોતાના લવ વન્સને ગીફ્ટ સાથે ટીઝ કરતા હોય પરંતુ આજે અમે આપને બતાવીએ એક પતિને જે પોતાના શરીરનું અંગ આપી દીધું પત્ની ને...અને કહ્યું I love you more than My Breath.

હાથમાં હાથ નાખીને અને શબ્દો કરતા આંખોથી વાત કરી રહેલા અમદાવાદમાં એ પતિ પત્ની (Husband wife) જેઓ દેશ દુનિયામાં સબંધો માટે મિશાલ છે. આ કહાનીના પતિ વિનોદ ભાઈ પટેલ અને પત્ની રીટા બેન પટેલ જેમને એ કરી બતાવ્યું જે કદાચ જવલ્લે જ કોઈ  કરી શકે. અમદાવાદમાં રહેતા વિનોદભાઈએ પત્ની રીટાબેન ને આપ્યું છે પોતાની કિડની સાંભળીને નાવાઈ લાગે પણ હા પતિએ પત્નીને કિડનીની (kidney donate) વેલેન્ટાઇન ગિફ્ટ આપી છે.

ગયા વર્ષે વિનોદભાઈએ તેમની પત્નીને અસહ્ય વેદનાઓમાંથી પસાર થતા જોઈને કિડનીની ગિફ્ટ આપી હતી. આગે વિનોદભાઈના પત્ની રીટાબેન પટેલનું કહેવું છે કે આ ગિફ્ટ ને લઈને હું નસીબદાર છું કે મને આવા પતિ મળ્યા જેને પોતાની કિડની માટે પણ વિચાર ના કર્યો. હું ડરેલી હતી પરંતુ ડોકટર એ સમજાવ્યું કે એક કિડની પણ જીવી શકાય છે એટલે હાલ એક દિલમાં જેમ બે વ્યક્તિ નું નામ હોય એમ કહેવાય છે એ રીતે અમારી શરીર માં બે વ્યક્તિ ની એક જ કિડની છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પ્રેમીએ બોથડ પદાર્થ વડે મહિલાની કરી હતી હત્યા, એક સીમ કાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો

શું થયું હતું?
આજથી ત્રણ વર્ષ પહેલા રાણીપમાં રહેતા 43 વર્ષીય રીટાબેન પટેલને ત્રણ વર્ષ પહેલા બંને કિડની ફેલ થઈ ગઈ.કિડની રોગથી પિડાતી પત્નીને જોઈ પતિ વિનોદભાઈએ તેમની એક કિડની ભેટ આપવા નિર્ણય કર્યો અને દિવસ પસંદ કર્યો  14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની વહેલી સવાર. અમદાવાદની  જાણીતી  હોસ્પિટલમાં વિનોદભાઈએ રીટાબેનને પોતાની કિડની આપી.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમમાં ખીલી રૂપ પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન

ન્યુઝ18 સાથે વાતચીત કરતાં વિનોદભાઈએ સ્પષ્ટ કર્યુ કે છેલ્લાં 10 થી 11 વખત દરેક ડાયાલીસીસ વખતે હું મારી પત્ની સાથે રહ્યો હતો ડાયાલીસીસને કારણે તેનું શરીર કમજોર થતું થઈ રહ્યું હતું. મેં નક્કી કર્યુ કે મારી કીડનીનું હું દાન કરીશ.આ અંગે રીટાબેનના પત્ની અને કિડની દાતા વિનોદભાઈ પટેલ ના કહેવા પ્રમાણે તેઓ પોતાની પત્નીને દુઃખ જોઈ નથી શકતા વારંવાર જ્યારે પણ ડાયાલિસિસ કરવા જતા ત્યારે શારીરિક તકલીફ વધારે થતી હતી જેને જોઈને તેમણે કિડની આપવા માટેનો નિર્ણય કર્યો

રીટાબેન અને વિનોદભાઈ આજે સમાજમાં મિસાલ છે જેઓ આજના દિવસે વેલેન્ટાઈન ઉજવતાં લોકોને કહે છે કે અસલી વેલેન્ટાઈન માત્ર ફુલ કે ગિફટ થી નહીં પંરતુ પોતાના પાત્રના તમામ દુખમાંથી તેને બહાર લાવવાનો  હોય છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Positive story

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन