અમદાવાદ : જઘન્ય કિસ્સો, પતિ પત્નીને પોતાના મિત્રો સાથે ફ્લર્ટ કરવા દબાણ કરતો, દહેજ લાલચુ સાસરિયા સામે ફરિયાદ

અમદાવાદ : જઘન્ય કિસ્સો,  પતિ પત્નીને પોતાના મિત્રો સાથે ફ્લર્ટ કરવા દબાણ કરતો, દહેજ લાલચુ સાસરિયા સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

'તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ 100 તોલા સોનુ આપ્યું નથી'

  • Share this:
અમદાવાદ: પોષ વિસ્તારમાં રહેતી (ahmedabad) અને ટ્રાવેલ્સનો બિઝનેસ (Travel agency owner) ધરાવતી પરિણીતાએ (Wife) તેના સાસરિયાઓ (In laws) સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેના સાસરિયાઓ દહેજ લાલચુ હતા. લગ્નમાં તેના માતા પિતાએ 40 તોલા જેટલું સોનુ ચઢાવ્યું તોય સંતોષ ન થયો અને સાસરિયાઓ એ 100 તોલા (in laws demands 100 gram સોનાની માંગ કરી હતી. તેનો પતિ પણ દારૂ અને જુગાર ની લત ધરાવતો અને લગ્ન પહેલા એમબીએ ની ડીગ્રી હોવાનું કહી લગ્ન કર્યા હતા, જોકે તે વાત ખોટી નીકળી હતી.

આટલું જ નહીં પતિ અવાર નવાર પિયરમાંથી કેમરી કાર લાવવાનું દબાણ કરી તેના મિત્રો સાથે ફ્લર્ટિંગ (Forced to flirting with friends) કરવા દબાણ કરતો હતો.  અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી 31વર્ષીય યુવતી ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ધરાવી બિઝનેસ કરે છે.તેના લગ્ન વર્ષ 2002માં જોધપુર (Jodhpur Ahmedabad) વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ખૂબ સારી રીતે આ યુવતીને રાખતા હતા. પરંતુ એક મહિના બાદ આ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીના આક્ષેપ છે કે તેના સાસરિયાઓએ ચાલીસ તોલા સોનું ઓછું લાવી છે 'તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ સો તોલા સોનુ (Demand for 100 gram gold) આપ્યું નથી'

આ પણ વાંચો :  રાજ્યમાં અનલૉક 2.0માં Coronaના કેસ વધ્યા, મૃત્યુ ઘટ્યા, જુલાઈમાં 28795 કેસ નોંધાયા

આમ કંઈ મેણા મારી આ યુવતીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ આ જે યુવક છે તેના પરિવારજનોએ તમામ લોકો મિલમાલિકો હોવાનું જણાવી પોતે ખૂબ જ પૈસાદાર છે અને તેમનો એક દીકરો અને એક દીકરી અમેરિકા ખાતે રહે છે જેથી 7 પેઢી સુધી તમામ લોકો આ રૂપિયાથી ખાઈને જીવી શકે એવો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ બાદમાં પિયરમાંથી 100 તોલા સોનું લાવવાની વાત કરી તમામ લોકોએ આ મહિલાને ત્રાસ આપ્યો હતો. નવાઈની વાત તો એ છે કે યુવતીના લગ્નના ચારેક વર્ષ બાદ તેને જાણવા મળ્યું હતું કે તેના પતિની પાસે એમબીએની ડિગ્રી નથી આ બાબતે તેણે તેના પતિને પૂછ્યું તો તેણે એવું કહ્યું હતું કે તારે શું મતલબ છે, હું તારું કમાઉ છું તે ઘણું છે. આ યુવકે લગ્ન સમયે એમબીએની ડિગ્રી છે તેવું જણાવી ભરોસો આપી અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાની પાસે મિલો છે અને એમબીએની ડિગ્રી કે આવી લોભામણી વાતો કરી અને આ યુવતી સાથે લગ્ન કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું પણ આ ફરિયાદમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાક દરમિયાન 81 તાલુકામાં વરસાદ, મહેસાણાના ખેરાલુમાં 3 ઇંચ

યુવતીનો પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો અને યુવતી સાથે ઝઘડા કરતો હતો. આ બાબતે યુવતીએ તેના સાસુ-સસરા ને ફરિયાદ કરતાં તેણે કહ્યું કે આ ઘરમાં માત્ર તારો પતિ જ નહીં તારા સસરા પણ દારૂ (Liquor party) પીવે છે અને તારે આ માહોલમાં સેટ થવું પડશે, આ ઘરમાં દારૂની પાર્ટીઓ પણ થશે.

વધુમાં આ યુવતીને એવી પણ જાણ થઈ કે તેનો પતિ જુગાર માં હારી જાય ત્યારે તેની સાથે ઝઘડા કરતો હતો. આટલું જ નહીં પરંતુ યુવતીને યુવતીના પતિને તેના મા-બાપ એવું પણ જણાવતા હતા કે તું આ યુવતીને છોડી દે અને અમેરિકન સિટિઝન ધરાવતી કોઈ છોકરી સાથે લગ્ન કરી લે જે તને અમેરિકામાં બધું સેટ કરાવી આપશે.

આ પણ વાંચો :   'હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ', 181એ બહેનની રક્ષા કરી

જ્યારે પણ તેઓ ક્લબમાં કે હોટેલમાં જાય ત્યારે આ યુવતીને જુનવાણી અને ગામડાની કહીને ઉતારી પાડતા હતા. યુવતીનો પતિ એટલી હદે જે પતિને ત્રાસ આપતો હતો કે તેના મિત્રો સાથે ફોન પર વાત કરવાનું અને ફ્લર્ટિંગ કરવાનું પણ દબાણ કરતો હતો. યુવતીના વ્યવસાયમાંથી તેના પતિએ પાંચથી છ લાખ રૂપિયા ની ટિકિટો તથા એર ટિકિટ તથા હોટેલ બુકિંગ ના પૈસા તેના પતિએ લઈ લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મુકી હતી જેથી કંટાળી અને આ યુવતીએ તેના નણંદ સાસુ સસરા અને પતિ સામે (Police complain against inn laws) ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:August 01, 2020, 10:10 am

ટૉપ ન્યૂઝ