Home /News /madhya-gujarat /અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'
અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'
મહિલાની પ્રતિકાત્મક તસવીર: shutterstock
Ahmedabad crime news: અગાઉ થયેલા ઝગડાને કારણે ઘર સંસાર (husband wife fight) બચાવવા મહિલા તેના પતિના તાબે થતી હતી. આટલું જ નહીં મહિલાની સાસુ અને પતિ ભેગા મળી તેને માર મારી ગાળો (in laws harassment to woman) પણ ભાંડતા હતાં.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabd news) રહેતા એક ભદ્ર પરિવારની પુત્રવધુએ (Daughter-in-law) સાસરિયાઓ સામે ફરિયાદ (Complaint against in-laws) નોંધાવી છે. જે ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેની તબિયત સારી ન હોય તો પણ તેનો પતિ સેક્સ કરવા દબાણ (Husband forced to have sex) કરતો હતો. અગાઉ થયેલા ઝગડાને કારણે ઘર સંસાર (husband wife fight) બચાવવા મહિલા તેના તાબે થતી હતી. આટલું જ નહીં મહિલાની સાસુ અને પતિ ભેગા મળી તેને માર મારી ગાળો (in laws harassment to woman) પણ ભાંડતા હતાં. મહિલાને કાઢી મુક્યા બાદ મહિલાના પતિએ તેની જાણ બહાર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી (Divorce application in Family Court) કરી હતી. સમગ્ર બાબતોને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના શહેરના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 35 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2007માં થયા હતાં. હાલ મહિલા બે સંતાનો સાથે રહે છે. લગ્ન બાદ આ મહિલા તેના શાહીબાગ ખાતે સાસરે રહેવા ગઈ હતી. જ્યાં તે રહેતી તે દરમિયાન તેના સગા સબંધીઓ સાથે વાત કરે તો તેનો પતિ શક વહેમ રાખી ઝગડા કરી માર મારતો હતો.
આ મહિલા આ બાબતની ફરિયાદ તેના સાસુ સસરા ને કરે તો તે લોકો મહિલાના પતિનો પક્ષ લેતા અને બાદમાં મહિલા સંસાર બચાવવા આ ત્રાસ સહન કરતી હતી. વર્ષ 2010 અને 2013 માં મહિલાએ બાળકોને જન્મ આપ્યો હતો ત્યારે તેના પતિએ બાળકોની સોનોગ્રાફી કરવાનું કહેતા આ મહિલાએ મનાઈ કરી હતી.
બાદમાં મહિલાને કામ કરવામાં તકલીફ પડે અને સાસુ ને મદદ કરવાનું કહે તો તેને મદદ ન કરતા અને ગાળો બોલી મારઝૂડ કરતા હતાં. જેની ફરિયાદ મહિલાએ તેના પતિને કરી તો પતિ અને સાસુએ ભેગા મળી આ મહિલાને માર માર્યો હતો.
આ મહિલાની તબિયત સારી ન હોય ત્યારે પણ તેનો પતિ તેને સેક્સ કરવા દબાણ કરતો હતો અને ઘર સંસાર ન બગડે તે માટે મહિલા આ બધું સહન કરતી હતી. વર્ષ 2019 માં મહિલાના પતિએ તેની સાથે ઝગડો કરતા મહિલાએ સાસુ સસરાને કહેતા તેને બાળકો સાથે પહેરેલા કપડે કાઢી મૂકી હતી. જેથી મહિલા તેની બહેનપણીના ભાઈના ઘરે ગઈ અને ત્યાં તેના પિયરજનો આવી તેને લઈ ગયા હતા.
બાદમાં વર્ષ 2020 માં આ મહિલાના પતિએ તેની જાણ બહાર ફેમિલી કોર્ટમાં કેસ કરતા કોર્ટે બાળકોને રવિવારે મળવાની મંજુરી આપી હતી. એક દિવસ મહિલાનો પતિ બાળકોને મળવા આવ્યો અને બાદમાં બાળકોને લઈ ગયો હતો. રાત સુધી બાળકોને ન મૂકી જતા મહિલા ગભરાઈ અને તેના કાકાજી ને ફોન કર્યો હતો.
બીજા દિવસે બાળકોને મૂકી જઇ મહિલાના પતિએ આજે પણ નહીં અને કાલે પણ બાળકોને નહીં મૂકી જવું તેવી ધમકી આપતા આખરે મહિલાએ આ બાબતથી કંટાળી પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.